VIDEO: રિલીઝ થયું 'મોતીચૂર ચકનાચૂર'નું ટ્રેલર, જામે છે નવાજુદ્દીન-આથિયાની જોડી

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. કોમેડીથી ભરપૂર આ ફિલ્મમાં એક લવ સ્ટોરીની ઝલક જોવા મળી રહી છે. યૂટ્યૂબ પર અત્યાર સુધી આ ટ્રેલરને 50 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

VIDEO: રિલીઝ થયું 'મોતીચૂર ચકનાચૂર'નું ટ્રેલર, જામે છે નવાજુદ્દીન-આથિયાની જોડી

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર નવાજુદ્દીન સિદ્દિકી (Nawazuddin Siddiqui)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર (Motichoor Chaknachoor)' નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. નવાજુદ્દીનની આ ફિલ્મ પારિવારિક અને બાળકો માટે એક ખાસ ભેટ છે. આ ફિલ્મમાં આથિયા શેટ્ટી (Athiya Shetty) પણ મુખ્ય ભૂમિકામાં હશે. પહેલીવાર નવાજુદ્દીન અને આથિયાને મોટા પડદે જોઇ શકાશે. તો બીજી તરફ આ ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. 

રિલીઝ થતાં જ છવાઇ ગયું ટ્રેલર
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. કોમેડીથી ભરપૂર આ ફિલ્મમાં એક લવ સ્ટોરીની ઝલક જોવા મળી રહી છે. યૂટ્યૂબ પર અત્યાર સુધી આ ટ્રેલરને 50 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મ આ વર્ષે 15 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પોતાની ડેબ્યૂ ફિલ્મ 'હિરો' બાદ આથિયાની ત્રીજી બોલીવુડ ફિલ્મ હશે, જ્યારે પહેલાં તે પોતાની ફિલ્મોમાં પોતાની છાપ છોડવામાં અસફળ રહી છે. (જુઓ Video)

આ ફિલ્મમાં સની લિયોનીનું એક આઇટમ નંબર પણ જોવા મળશે, જેમાં સની નવાજ સાથે ડાન્સ કરતો જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news