Kartik Aaryan Birthday: કાર્તિક અને કરણ વચ્ચેની વોરનો આવ્યો અંત, કાર્તિકના બર્થ ડે પર કરણ જોહરે અનાઉન્સ કરી ફિલ્મ

Kartik Aaryan Birthday: એ વાત કોઈથી છુપાયેલી નથી કે કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડવોર ચાલી રહી હતી. પરંતુ કાર્તિક આર્યનના જન્મદિવસે કરન જોહરે બધા જ મતભેદ ભુલાવીને તેની સાથેની નવી ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે.

Kartik Aaryan Birthday: કાર્તિક અને કરણ વચ્ચેની વોરનો આવ્યો અંત, કાર્તિકના બર્થ ડે પર કરણ જોહરે અનાઉન્સ કરી ફિલ્મ

Kartik Aaryan Birthday: કાર્તિક આર્યન પોતાનો 33 મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. કાર્તિક આર્યનના જન્મદિવસ પર ફિલ્મ મેકર કરન જોહરે કાર્તિકને એક ખાસ ગિફ્ટ આપી છે. એ વાત કોઈથી છુપાયેલી નથી કે કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડવોર ચાલી રહી હતી. પરંતુ કાર્તિક આર્યનના જન્મદિવસે કરન જોહરે બધા જ મતભેદ ભુલાવીને તેની સાથેની નવી ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

કરન જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે જે ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે હવે બધું બરાબર છે. કરન જોહરે આ પોસ્ટમાં કાર્તિક આર્યનને જન્મદિવસની શુભકામના આપતા પોતાની એક અનટાઇટલ ફિલ્મની ઘોષણા કરી છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનતી આ ફિલ્મનું ડાયરેક્શન સંદીપ મોદી કરશે.

કાર્તિક આર્યનને બર્થ ડે વિશ કરતા કરન જોહરે લખ્યું છે કે, " જન્મદિવસની ખૂબ જ શુભકામના આપણો સાથ આ રીતે જ મજબૂત થતો રહે..." સાથે જ કાર્તિક આર્યનની આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી દેવામાં આવી છે. આ ફિલ્મ વર્ષ 2025 માં 15 ઓગસ્ટ રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news