Pathaan Controversy : દીપિકા બાદ મલ્લિકાની ભગવા બિકનીએ આગ લગાવી, પિતા વિવેક અગ્નિહોત્રીનો ક્લાસ લેવાયો

Vivek Agnihotri's Daughter Mallika's Orange Bikini Photos : દિપીકા પાદુકોણ પર કૉમેન્ટ કરનારા ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની લાડલીએ જ ભગવા બિકનીમાં ફોટા શેર કર્યા... મલ્લિકા સોશિયલ મીડિયાના નિશાને આવી 

Pathaan Controversy : દીપિકા બાદ મલ્લિકાની ભગવા બિકનીએ આગ લગાવી, પિતા વિવેક અગ્નિહોત્રીનો ક્લાસ લેવાયો

Vivek Agnihotri:  શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના 'બેશર્મ' સોન્ગમાં દિપીકા પાદુકોણની ભગવા રંગની બિકનીનો વિવાદ થઇ રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક ભગવા રંગની બિકનીની તસવીરો શેર થઇ છે. જે બીજુ કોઇ પરંતુ ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની લાડલી જ છે. 

બોલિવુડમાં વધુ એકવાર ભગવા રંગની બિકનીમાં ફોટો વાયરલ થયા છે. આ વખતે ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની પુત્રીએ ભગવા બિકીનીના ફોટો શેર કર્યાં છે. મલ્લિકા અગ્નિહોત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો મૂક્યા છે. ત્યારે યુઝર્સે વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધ્યું છે. 

Now enjoying #BesharamRang ft vivek agnihotri daughter mallika agnihotri special edition 💥💥💥#Pathaan https://t.co/xTK14JyK8n pic.twitter.com/llzUECeTEv

— ☆PATHAAN☆ srkian (@Iampathaan1) December 28, 2022

Meanwhile this is from the Insta account of his own daughter ;) pic.twitter.com/3Wx9kVD8wl

— TA 💫 (@Tirlovesha) December 28, 2022

— Mohd. Zafar (@MohdZaf85616683) December 28, 2022

વિવેક અગ્નિહોત્રીએ પઠાણ ફિલ્મના નિર્દેશકો પર આડકતરી રીતે આરોપ લગાવ્યા હતા. અગ્નિહોત્રીએ ટ્વીટમાં લખ્યું હતું કે, તમે જો સેક્યુલર હોય તો આ વીડિયો ન જુઓ, કારણ કે, આ બોલિવુડ વિરુદ્ધનો વીડિયો છે. પરંતુ આ બધા વચ્ચે વિવેક અગ્નિહોત્રીની પુત્રી મલ્લિકા અગ્નિહોત્રીએ જ ભગવા રંગની બિકની પહેરીને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે. જેના પરથી લાગી રહ્યું છે, આ તસવીરો દુબઇની છે. જો કે, યુઝર્સે આ તસવીરો જોઇને વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news