VIDEO : જ્યારે સાઇકલ લઈને શૂટિંગ માટે નીકળી પડ્યો સલમાન ખાન

સલમાને પોતે આ વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે

VIDEO : જ્યારે સાઇકલ લઈને શૂટિંગ માટે નીકળી પડ્યો સલમાન ખાન

નવી દિલ્હી : હાલમાં મુંબઈમાં જબરદસ્ત વરસાદ થઈ રહ્યો છે. લોકો માટે ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે. જોકે સલમાન ખાન (Salman Khan) તો સલમાન જ છે. હાલમાં આખા મુંબઈમાં ભયંકર ટ્રાફિક જામની સમસ્યા સતાવી રહી છે ત્યારે સલમાને શૂટિંગ પર જવા માટે લક્ઝરી કારનો વિકલ્પ પડતો મુકીને સાઇકલ પર જવાનો રસ્તો અપનાવ્યો છે. હાલમાં સલમાનની આગામી ફિલ્મ દબંગ 3 (Dabangg 3)નું શૂટિંગ મુંબઈમાં શરૂ થઈ ગયું છે અને સલમાન એમાં વ્યસ્ત છે. 

સલમાને શૂટિંગ લોકેશન પર જવા માટે સાઇકલ પર જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. આ વીડિયોમાં તે મુંબઈના રસ્તા પર બ્લેક ટીશર્ટ અને શોર્ટસમાં સાઇકલ ચલાવતો દેખાય છે. સલમાને આ વીડિયોમાં મજેદાર કેપ્શન આપ્યું છે. 

— Salman Khan (@BeingSalmanKhan) September 6, 2019

હાલમાં સલમાને પ્રભુદેવા સાથેની એક તસવીર પોસ્ટ કરી અને સાથે આ વાતની જાણકારી આપી છે. ફિલ્મ હિંદીની સાથે તમિલ, તેલુગૂ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. આ સાથે મેકર્સે દબંગ 3ની રિલીઝ ડેટનું પણ એલાન કરી દીધું છે. ફિલ્મ આ જ વર્ષે ડિસેમ્બરમાં થિયેટરમાં રિલીઝ થશે. દબંગ 3માં સાઉથનો અભિનેતા કિચ્ચા સુદીપ પણ જોવા મળશે. આ સિવાય અરબાઝ ખાન અને પ્રમોદ ખન્ના પણ ફિલ્મનો ભાગ છે. સુદીપ ફિલ્મમાં વિલનના કિરદારમાં નજર આવશે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં સલમાન ખાનના બે અલગ અલગ સમય બતાવવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news