વિશ્વ પર્યાવરણ દિવસ 2018 : દર મિનિટે ખરીદાય છે 10 લાખ પ્લાસ્ટિકની બોટલો

વર્ષ 2018 45મો વિશ્વ પર્યાવરણ દિવસ ભારત માટે મહત્વનો છે. આ વર્ષે ભારત પર્યાવરણ દિવસનું હોસ્ટ છે. આ વર્ષે પર્યાવરણ દિવસની થિમ પ્લાસ્ટિક પ્રદૂષણ હરાવો (beating plastic pollution) છે.  આપણો દેશ ભારત પ્લાસ્ટિકથી પર્યાવરણના સંરક્ષણ વિશે જનતા વચ્ચે જાગરૂતતા વધારવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ 2018નો વૈશ્વિય યજમાન (હોસ્ટ) છે. આ વર્ષે દેશના તમામ લોકો મળીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ દૂર કરવા માટે અવાજ ઉઠાવશે. 

વિશ્વ પર્યાવરણ દિવસ 2018 : દર મિનિટે ખરીદાય છે 10 લાખ પ્લાસ્ટિકની બોટલો

અમદાવાદ: વર્ષ 2018 45મો વિશ્વ પર્યાવરણ દિવસ ભારત માટે મહત્વનો છે. આ વર્ષે ભારત પર્યાવરણ દિવસનું હોસ્ટ છે. આ વર્ષે પર્યાવરણ દિવસની થિમ પ્લાસ્ટિક પ્રદૂષણ હરાવો (beating plastic pollution) છે.  આપણો દેશ ભારત પ્લાસ્ટિકથી પર્યાવરણના સંરક્ષણ વિશે જનતા વચ્ચે જાગરૂતતા વધારવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ 2018નો વૈશ્વિય યજમાન (હોસ્ટ) છે. આ વર્ષે દેશના તમામ લોકો મળીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ દૂર કરવા માટે અવાજ ઉઠાવશે. 

વિશ્વ પર્યાવરણ દિવસનો ઈતિહાસ
1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા. 5મી જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. 5 જૂન 1974માં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો હતો.  લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 143થી વધુ દેશો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ભાગ લે છે. 

વિશ્વ પર્યાવરણ દિવસ કેમ મનાવવામાં આવે છે
મોટા પર્યાવરણના મુદ્દા જેવા ભોજનનો બગાડ અને નુકસાન, જંગલનું છેદન, ગ્લોબલ વોર્મિંગનું વધવું જેવા મુદ્દાને સમજાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ વાર્ષિક ઉત્સવ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વમાં આ અભિયાનનો પ્રભાવ લાવવા માટે દર વર્ષે ખાસ થીમ અને સૂત્ર અનુસારા ઉત્સવની યોજના બનાવવામાં આવે છે. 

પર્યાવરણ સંરક્ષણના બીજા વિકલ્પો સહિત પૂર અને જમીનના ધોવાણથી બચવા માટે સૌર વોટર હીટર, સૂર્ય ઉર્જાના સ્ત્રોતોના માધ્યમથી ઉર્જા ઉત્પાદન, નવા જળ સંચયના સાધનોનો વિકાસ કરવો, કોરલ રીફને પ્રોત્સાહન આપવું, ઉષ્ણ કટિબંધનો જિણોદ્ધારના ઉપયોગ માટે સામાન્ય લોકોને જોડવા. સફળતાપૂર્વક કાર્બન તટસ્થતા હાસિલ કરવી, જંગલ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું. ગ્રીન હાઉસ જેવા ગેસોનો પ્રભાવ ઘટાડવો. વિજળીના ઉત્પાદનને વધારવા માટે હાઈડ્રો શક્તિનો ઉપયોગ, નક્કી કરેલી જમીન પર ઝાડ ઉગાડવાની સાથે બાયો ઈંધણના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાનના કેટલાક લક્ષ્ય
પર્યાવરણના મુદ્દા વિશે સામાન્ય લોકોને જાગરૂત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિકસિત પર્યાવરણીય સુરક્ષા ઉપાયોમાં એક સક્રિય એજન્ટ બનવાની સાથે ઉત્સવમાં સક્રિયતાથી ભાગ લેવા માટે અલગ સમાજ અને સમુદાયના લોકોને પ્રોત્સાહન આપે છે. સુરક્ષિત, સ્વચ્છ અને વધુ  સુખી ભવિષ્યનો આનંદ લેવા માટે લોકોને પોતાના આસપાસના માહોલને સુરક્ષિત અને સ્વચ્છ બનાવી રાખવા માચે પ્રોત્સાહિત કરવા જોઈએ. 

પ્લાસ્ટિક પ્રદૂષણ સાથે જોડાયેલા તથ્યો

  • દર વર્ષે આખા વિશ્વમાં 500 અરબ પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે ઓછામાં ઓછા 8 મિલિયન ટન પ્લાસ્ટિક દરિયામાં પહોં છે, જે પ્રતિ મિનિટ એક કચરાના ભરાયેલા ટ્રક બરાબર છે.
  • છેલ્લા એક દાયકા દરમિયાન ઉત્પાદિત કરાયેલા પ્લાસ્ટિકની માત્રા, છેલ્લી એક સદી દરમિયાન ઉત્પાદિત કરેલા પ્લાસ્ટિકની માત્રાથી વધુ હતી.
  • આપણા દ્વારા વપરાતા પ્લાસ્ટિકમાંથી 50 ટકા પ્લાસ્ટિક માત્ર એકવાર વપરાય છે.
  • દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિકની બોટલો ખરીદવામાં આવે છે.
  • આપણા દ્વારા ઉત્પન કરાયેલા કુલ કચરામાં 10 ટકા યોગદાન પ્લાસ્ટિકનું હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news