અર્જુન-મલાઇકાના અફેરની આગમાં ઘી નાખતી તસવીરો થઈ જાહેર

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહી છે

અર્જુન-મલાઇકાના અફેરની આગમાં ઘી નાખતી તસવીરો થઈ જાહેર

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહી છે. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. હાલમાં જ મલાઈકા તથા અર્જુન એક જ કારમાં સાથે જોવા મળ્યાં હતાં. જોકે, જ્યારે કેમેરાની નજર તેમના પર મળી ત્યારે મલાઈકા કેમેરાથી બચતી જોવા મળી હતી. અર્જુન 33 વર્ષનો છે, જ્યારે મલાઈકા 44 વર્ષીય છે અને 15 વર્ષીય દીકરા અરહાનની માતા છે. ફેશન ડિઝાઈનર સંદિપ ખોસલાએ 6 ઓક્ટોબરના રોજ પોતાના ઘરે એક પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં અર્જુન કપૂર-મલાઈકા અરોરા એક જ કારમાં આવ્યા હતાં. 

નોંધનીય છે કે અર્જુન કપૂર અને મલાઇકા અરોરા લેકમે ફેશન વિક 2018માં એકસાથે જોવા મળ્યા હતા. તેમણે જાહેરમાં એકસાથે દેખા દેતા બંનેના સંબંધો ફરી ચર્ચામાં આવ્યા છે. તેમના સંબંધો લાંબા સમયથી વિવાદમાં હોવા છતાં તેમણે મીડિયાની પરવા કર્યા વગર એકબીજાની સાથે બેસવાનું પસંદ કર્યું હતું. આ સંજોગોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે તેઓ બહુ જલ્દી તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી દેશે. 

મીડિયાના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે અર્જુન અને મલાઇકા સમાજની સામે પોતાના સંબંધો સ્વીકારવાની તૈયારી કરી રહી છે. એક પોર્ટલે આપેલા સમાચાર પ્રમાણે, ‘મલાઇકા હવે તેના અને અર્જુનના સંબંધોને છુપાવવા નથી માગતી. તે જ્યારે અરબાઝની પત્ની હતી ત્યારે ખાનપરિવારે તેને આમ કરવાની ના પાડી દીધી હતી. હવે જ્યારે તેણે અને અરબાઝે ડિવોર્સ લઈ લીધા છે ત્યારે હવે મલાઇકા કોઈ સંજોગોમાં અર્જુન સાથેના પોતાના સંબંધ છુપાવવા નથી માગતી.’

અરબાઝ અને મલાઇકાએ 2016માં અલગ થઈ જવાનો નિર્ણય લીધો હતો અને 2017માં તેમના ડિવોર્સ થઈ ગયા હતા. જ્યારે મલાઇકા અને અરબાઝે અલગ થઈ જવાનો નિર્ણય લીધો હતો ત્યારે અર્જુન કપૂરના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની અફવા ઉડી હતી. જોકે અર્જુન કે મલાઇકાએ આ મામલે કોઈ સ્પષ્ટતા નથી કરી. મલાઇકાએ મીડિયાને માત્ર એટલું જ કહ્યું હતું કે અર્જુન મારો સારો મિત્ર છે અને અમારા સંબંધોને બહુ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news