Viral Video: શું લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં શાહરૂખ ખાન થૂંક્યો? BJP નેતાના આ સવાલ પર મચી ગઈ બબાલ
સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં પહોંચેલા શાહરૂખ ખાનનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને તેના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. વાત જાણે એમ છે કે શાહરૂખ ખાને લતા મંગેશકરના પાર્થિવ શરીર સામે ફાતેહા પઢ્યું અને માસ્ક હટાવીને દુઆ ફૂંકી. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દુઆ ફૂંકવાને થૂંકવાનું ગણાવી રહ્યા છે. બોલીવુડ સ્ટારનો આ વીડિયો શેર કરતા ભાજપના નેતા અરુણ યાદવે પણ સવાલ કર્યો કે શું ખરેખર શાહરૂખ ખાન થૂંક્યો?
Trending Photos
મુંબઈ: સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં પહોંચેલા શાહરૂખ ખાનનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને તેના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. વાત જાણે એમ છે કે શાહરૂખ ખાને લતા મંગેશકરના પાર્થિવ શરીર સામે ફાતેહા પઢ્યું અને માસ્ક હટાવીને દુઆ ફૂંકી. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દુઆ ફૂંકવાને થૂંકવાનું ગણાવી રહ્યા છે. બોલીવુડ સ્ટારનો આ વીડિયો શેર કરતા ભાજપના નેતા અરુણ યાદવે પણ સવાલ કર્યો કે શું ખરેખર શાહરૂખ ખાન થૂંક્યો?
દુનિયાભરના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
લતા મંગેશકરનું 92 વર્ષની વયે 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે નિધન થયું. રવિવારે રાજકીય સન્માન સાથે મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા. આ દરમિયાન નેતા-અભિનેતા સહિત દેશભરના દિગ્ગજો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. શાહરૂખ ખાને પણ તેમના પાર્થિક શરીર સામે ફાતેહા પઢી દુઆ ફૂંકી હતી. જેને લઈને હવે એક અલગ જ વિવાદ પેદા થઈ ગયો છે.
क्या इसने थूका है ❓ pic.twitter.com/RZOa2NVM5I
— Arun Yadav (@beingarun28) February 6, 2022
ભાજપના નેતા વિરુદ્ધ ગુસ્સો ફાટ્યો
હરિયાણા ભાજપના આઈટી અને સોશિયલ મીડિયા હેડ અરુણ યાદવે શાહરૂખ ખાન પર કરેલી ટ્વીટ ગણતરીની પળોમાં વાયરલ થઈ ગઈ અને ત્યારબાદ લોકોએ તેમને આ બદલ આડે હાથ પણ લીધા. અભિનેત્રી સ્વરા ભાસ્કરે અરુણ યાદવની ટ્વીટ શેર કરતા લખ્યું કે દરરોજ આ નફરતી ચિંટુ પોતાની નફરતને જહાલતમાં છૂપાવીને પોતાની તંગદીલીના પુરાવા આપે છે. શાહરૂખ તો દુઆ ફૂંકી રહ્યો હતો પણ આ નફરતી લોકોની માનસિકતા આ દેશમાંથી બહાર થૂંકવા લાયક જ છે.
हर रोज़ ये नफ़रती चिंटू अपनी नफ़रत को जहालत में छुपाकर अपनी तंग दिली का सबूत देते हैं। शाहरुख़ तो फिर भी दुआ फूँक रहे हैं पर इन नफ़रती लोगों की मानसिकता इस देश से बाहर थूके जाने लायक़ ही है! pic.twitter.com/kaeR5SVE6Z
— Swara Bhasker (@ReallySwara) February 6, 2022
રાજનીતિને કયા સ્તર સુધી લઈ જશે
કોંગ્રેસના નેતા શ્રીનિવાસે અરુણ યાદવની આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે પ્રિય @ShahnawazBJP જી અને ભાજપમાં હાજર તમામ નેતાગણ, શું તમારા લોકોની અંદર અંતરાત્માનો અવાજ જીવિત છે કે પછી તે પણ શાખામાં ગિરવી રાખીને આવ્યા છો? કોઈના અંતિમ સંસ્કારમાં માણસાઈની આટલી ખુબસુરત તસવીર ઉપર પણ ઝેરીલા વ્યંગનું સમર્થન કરીને તમે રાજનીતિને કયા સ્તર સુધી લઈ જશો?
प्रिय @ShahnawazBJP जी
एवं BJP में मौजूद सभी नेतागण,
क्या आप लोगों के अंदर अंतरात्मा की आवाज़ जीवित है या वो भी शाखा में गिरवी रखकर आये है?
किसी के अंतिम संस्कार में इंसानियत की इस सबसे खूबसूरत तस्वीर पर इस जहरीले व्यंग्य का समर्थन कर आप राजनीति को किस स्तर तक लेकर जाएंगे? https://t.co/StIksxQbog
— Srinivas BV (@srinivasiyc) February 6, 2022
શિવસેનાએ પણ સાધ્યું નિશાન
શિવસેના નેતા સંજય રાઉતે પણ ભાજપના નેતા અરુણ યાદવની ટીકા કરી. ભાજપ વિધાયક રામ કદમ દ્વારા લતા મંગેશકરનું સ્મારક બનાવવાની માગણી પર બોલતા રાઉતે કહ્યું કે તેઓ કોઈ રાજનેતા નહતા કે તેમનું સ્મારક બનાવી દેવાય. તેમનું કદ ખુબ મોટું હતું, આવામાં તેમનું સ્મારક બનાવવા માટે દેશે વિચારવું પડશે. યાદવ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ લોકો કોણ છે જે આવી ઘડીએ ધર્મ, જાતિનો સહારો લે છે. આ લોકોએ લતાજીને પણ ન છોડ્યા, આવા લોકોની જેટલી ટીકા કરવામાં આવે તે ઓછી છે. એ રીતે ફિલ્મ મેકર અકોશ પંડિતે લખ્યું કે લતા મંગેશકરજીના અંતિમ સંસ્કારમાં થૂંકવાનો આરોપ લગાવીને શાહરૂખ ખાનને નિશાન બનાવનારા લોકોને પોતાની જાત પર શરમ આવવી જોઈએ. આપણા દેશમાં આવી સાંપ્રદાયિક ગંદકી માટે કોઈ જગ્યા નથી.
શાહરૂખ ખાનની દુઆ ફૂંકવા પાછળ શું છે ઈસ્લામિક પરંપરા
ગઈ કાલે સાંજે બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન જ્યારે લતા મંગેશકરને આખરી સલામ આપવા માટે પહોંચ્યો તો દુઆમાં તેના બંને હાથ ઉપર ઉઠ્યા. લતા દીદીના આત્માની શાંતિ માટે દુઆ કરી. દુઆ પઢીને માસ્ક હટાવ્યો અને ફૂંક પણ મારી. લતા દીદીના દીદાર કર્યા અને પગે લાગીને પોતાનો પ્રેમ અને સન્માન વ્યક્ત કર્યા. હાથ જોડીને નમન પણ કર્યા. ફૂંકને 'થૂંકવું' ગણાવીને સવાલ થઈ રહ્યા છે. હવે આ ચર્ચા વચ્ચે સવાલ એ છે કે આખરે શાહરૂખ ખાને જે કર્યું તે શું હતું?
ઈસ્લામમાં ફૂંક મારવાની પરંપરા શું છે?
ઈસ્લામિક પરંપરા મુજબ જ્યારે કોઈ દુઆ કરવામાં આવે છે ત્યારે તે માટે બંને હાથને ઉઠાવીને છાતી સુધી લાવવાના રહે છે. તથા અલ્લાહને બંદગી કરાય છે. આ બરાબર એવું છે જે રીતે કોઈની આગળ ઝોળી ફેલાવવાની વાત કરાય છે. તે જ રીતે બંને હાથ એક સાથે ફેલાવવામાં આવે છે અને અલ્લાહ સામે પોતાની મરજી વ્યક્ત કરાય છે.
કોઈના સ્વસ્થ હોવાની દુઆ, કોઈની નોકરીની દુઆ, કે પછી કોઈ આત્માની શાંતિ માટે દુઆ...દુઆ કોઈ પણ હોઈ શકે છે. બંને હાથ ફેલાવીને દુઆ માંગવાની તસવીરો પણ જોવા મળતી હોય છે. શાહરૂખે લતાદીદીના પાર્થિવ શરીર પાસે જે કર્યું તે આ જ હતું. તેમણે જરૂર લતા દીદીના આત્માને શાંતિ મળે તેવી દુઆ કરી હશે જે રીતે લતા દીદીના લાખો કરોડો ચાહકો કરી રહ્યા હતા.
શાહરૂખ જ્યારે તેના બંને હાથ ફેલાવીને દુઆ કરી રહ્યો હતો ત્યારે તેના ચહેરા પર બ્લેક માસ્ક હતો. લગભગ 12 સેકન્ડ સુધી તેણે દુઆ કરી અને પછી મોઢા પરથી માસ્ક હટાવ્યો અને હળવો નમ્યો તથા લતા દીદીના પાર્થિવ શરીર પર ફૂંક મારી. આ ફૂંક મારવાને થૂંકવું કહીને સવાલ ઉઠી રહ્યા છે.
ઈસ્લામિક દ્રષ્ટિકોણથી સમજીએ તો દુઆની આ રીત ખુબ સામાન્ય છે. આપણે અનેક એવી મસ્જિદો કે દરગાહ પર આવા દ્રશ્યો જોયા હશે જેમાં જ્યારે કોઈ માતા પિતા પોતાના બાળકો માટે મુફ્તી કે મૌલાના સામે દુઆ કરાવી રહ્યા હોય છે ત્યારે તેઓ દુઆ કરે છે અને પછી બાળક પર ફૂંક મારે છે. આવું મોટા માટે પણ હોઈ શકે છે અને કરવામાં આવે છે કારણ કે દુઆ કોઈ પણ વ્યક્તિ માટે કરાય છે. તંત્ર-મંત્ર વિદ્યામાં પણ ફૂંક મારવાની રીત અપનાવવામાં આવે છે.
દુઆ અને ફૂંક મારવા પર ઈસ્લામિક જાણકાર શું કહે છે?
મીડિયા રિપોર્ટ મુજબ આ મામલે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીનું કહેવું છે કે સામાન્ય રીતે જ્યારે કોઈ બીમાર હોય છે કે કોઈની નજર લાગી જાય છે ત્યારે તેની સુરક્ષા માટે તેના ઠીક થવા માટે દુઆ વાંચીને દમ કરાય છે. દુઆ પઢીને ફૂંક મારવાને 'દમ' કરવો પણ કહે છે. એટલે કે જો કોઈ બીમાર માટે કોઈ દુઆ કરાઈ છે તો તે દુઆને વાંચીને, બીમાર ઉપર ફૂંક મારવામાં આવે છે. કહેવાય છે કે તે દુઆની અસરને બીમારના શરીર સુધી પહોંચાડવાનો આ એક રસ્તો છે. એટલે કે દુઆમાં કુરાનની જે આયાતને વાંચવામાં આવે છે તેની અસર તે વ્યક્તિ સુધી પહોંચાડવાનો આ એક રસ્તો છે. જો કે એ જરૂરી નથી કે જો દુઆ વાંચીને ફૂંક મારવામાં આવે તો જ તેની અસર થાય છે. પરંતુ આ પણ દુઆની એક રીત છે.
અન્ય એક ઈસ્લામિક જાણકાર મુફ્તી અમજદે જણાવ્યું કે કુરાનમાં ઉલ્લેખ છે કે કેટલાક લોકો ગિરહ લગાવીને ફૂંક મારીને જાદુ કરવાનું કામ કરતા હતા. જેનાથી મુક્તિ મેળવવા માટે દુઆ કરવાની અને ફૂંક મારવાની રીત અપનાવવામાં આવી. એટલે કે ફૂંક મારવાનો હેતુ, કુરાનની આયાતો દ્વારા કોઈની મદદ કરવા કે કોઈ દુ:ખથી મુક્તિ મેળવવાનો છે.
જો કે દુઆ પઢ્યા બાદ શાહરૂખ ખાને જે રીતે ફૂંક મારી તે રીત ફક્ત જીવિત માણસો માટે અપનાવવામાં આવે છે. મૌલાના ખાલિદ રશીદે કહ્યું કે દુઆ વાંચીને ફૂંક મારવાની રીત કોઈ જીવિત વ્યક્તિ પર અપનાવવામાં આવે છે. મૃત વ્યક્તિ પણ આ દમ કરવામાં આવતું નથી. તેમણે એમ પણ કહ્યું કે શાહરૂખ ખાન એક સ્ટાર છે અને તેમણે સામાજિક જવાબદારી નિભાવતા આમ કર્યું. આથી તેને ધર્મ સાથે જોડવું પણ યોગ્ય નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે