Vikram Gokhale Passes Away: પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું 77 વર્ષની ઉંમરમાં નિધન

Vikram Gokhale Passes Away: છેલ્લા 15 દિવસથી તેમની પુણેની મોટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 77 વર્ષની વયે વિક્રમ ગોખલે એ આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી છે.

Vikram Gokhale Passes Away: પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું 77 વર્ષની ઉંમરમાં નિધન

Vikram Gokhale Passes Away: સિનેમા જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. આ પીઢ કલાકાર ઘણા સમયથી બીમાર હતા. છેલ્લા 15 દિવસથી તેમની પુણેની મોટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 77 વર્ષની વયે વિક્રમ ગોખલે એ આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી છે.

થોડા દિવસો પહેલા જ આપણે સિનેમા અને ટીવીની પીઢ અભિનેત્રી તબસ્સુમ ગોવિલને ગુમાવી દીધી છે. તેમના જવાના શોકમાંથી બોલિવૂડ હજું બહાર આવ્યું નહોતું, આવી સ્થિતિમાં વિક્રમ ગોખલેના નિધનના સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોને મોટો આંચકો આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્રમ ગોખલેની તબિયત અચાનક બગડતાં તેમને તાત્કાલિક પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સતત બગડી રહી હતી. ત્યારબાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે વિક્રમ ગોખલે પૂણેમાં એક્ટિંગ સ્કૂલ ચલાવતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ પત્ની સાથે ત્યાં રહેતા હતા. દિવંગત અભિનેતાના પરિવારમાં તેમના દાદી અને પિતા મરાઠી સિનેમા અને રંગમંચના જાણીતા અભિનેતા હતા. વિક્રમ ગોખલે માટે એવું કહેવાય છે કે તેમનો શક્તિશાળી અવાજ અને તેમની મોટી આંખો કોઈપણ કંટાળાજનક પાત્રમાં જીવનનો શ્વાસ ફૂંકી દેતી હતી. વિક્રમ ગોખલેએ હમ દિલ દે ચૂકે સનમ, હે રામ, તુમ બિન, હિચકી અને મિશન મંગલ જેવી ફિલ્મોમાં તેમના મજબૂત અભિનય માટે પ્રશંસા મળી. તેમની છેલ્લી ફિલ્મ શિલ્પા શેટ્ટીની નિકમ્મા હતી, જે આ વર્ષે રિલીઝ થઈ હતી. 

નોંધનીય છે કે, આ પહેલા પણ વિક્રમ ગોખલેના મોતના સમાચાર આવ્યા હતા. બોલિવૂડ સેલેબ્સે આના પર શોક વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ પરિવારે સ્પષ્ટ કહ્યું કે તે હજુ પણ અમારી વચ્ચે છે, તેમના મૃત્યુના સમાચાર ખોટા છે અને ડોક્ટર તેમને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.

— ANI (@ANI) November 26, 2022

ફિલ્મી પરિવારમાં થયો હતો જન્મ
વિક્રમ ગોખલેનો જન્મ ફિલ્મી પરિવારમાં થયો હતો. વિક્રમ ગોખલેનો જન્મ 14 નવેમ્બર, 1945ના રોજ પુણેમાં થયો હતો. પરિવારમાં અભિનયની શરૂઆત તેમના પરદાદીથી થઈ હતી. વિક્રમ ગોખલેના પરદાદી દુર્ગાબાઈ કામત ભારતીય પડદાની પ્રથમ મહિલા અભિનેત્રી હતી. તેમના દાદી કમલાબાઈ ગોખલેએ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું અને તેમના પિતા ચંદ્રકાંત ગોખલે પણ મરાઠી સિનેમાના પીઢ અભિનેતા હતા. પરિવારના રસ્તે ચાલીને વિક્રમ ગોખલે પણ સિનેમા સાથે જોડાયા. જો કે, તેમનું નામ હંમેશા થિયેટર સાથે જોડાયેલું હતું. તેમની પહેલી ફિલ્મ 'પરવાના' વર્ષ 1970માં રિલીઝ થઈ હતી. પછી તે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં જોવા મળ્યા.

26 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ 
વિક્રમ ગોખલેએ 26 વર્ષની ઉંમરે 1971માં અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ 'પરવાના'થી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ગોખલેએ ઘણી મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં 1990ની અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ અગ્નિપથ અને 1999માં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનો સમાવેશ થાય છે.

2010માં બેસ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો
2010માં તેમણે મરાઠી ફિલ્મ અનુમતિમાં પોતાની શાનદાર પરાફોર્મસ માટે 2010માં બેસ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. તેમણે મરાઠી ફિલ્મ આઘાટની સાથે પોતાના નિર્દેશનની શરૂઆત કરી હતી. વિક્રમ ગોખલેને છેલ્લી વાર અભિમન્યુ દાસાની અને શિલ્પા શેટ્ટી-સ્ટારર નિકમ્મામાં જોવા મળ્યા હતા, જે આ વર્ષ જૂનમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મોમાં કર્યું કામ
વિકમ ગોખલેએ ઘણી મરાઠી અને બોલીવુડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે 1990માં ભુલ ભૂલૈયા, દિલ સે, દે ધના ધન, હિચકી, મિશન મંગલ જેવી બોલિવુડની હિટ ફિલ્મોમાં પમ અભિનય કર્યો હતો.

ટીવીમાં પણ નિભાવી છે મહત્વપૂર્ણ ભૂમિકા
જ્યારે, તેમણે ટીવી કરિયર પર નજર નાંખીએ તો તેમણે ઉડાન, ઈન્દ્રધનુષ, ક્ષિતિજ યે નહીં, સંજીવની, જીવન સાથી, સિંહાસન, મેરા નામ કરેગી રોશન, શિવ મહાપુરાણ અને અવરોધ: માં કામ કર્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news