મે 2020માં નતાશા સાથે લગ્ન કરશે વરૂણ ધવન? સામે આવી જાણકારી

આ બંન્ને બાળપણના દોસ્તોની પ્રેમ કહાની બીજો પડાવ પાર કરવા તૈયાર છે. પ્રાપ્ત વિગતો પરથી તો આમ લાગી રહ્યું છે. વરૂણ અને નતાશાને લાંબા સમયથી સાથે હેંગઆઉટ કરતા જોઈ શકાય છે.

મે 2020માં નતાશા સાથે લગ્ન કરશે વરૂણ ધવન? સામે આવી જાણકારી

નવી દિલ્હીઃ સામાન્ય જનતાની જેમ બોલીવુડ સ્ટાર્સ પણ લગ્નની સીઝન એન્જોય કરવામાં લાગ્યા છે. બોલીવુડમાં અરમાન જૈનના લગ્નની સાથે વેડિંગ સીઝનની શરૂઆત થઈ ચુકી છે અને હવે લાગે છે કે વધુ એક બોલીવુડ કપલ જલદી પોતાના સંબંધને આગળ લઈ જવાના છે. જી હાં અમે વાત કરી રહ્યાં છીએ વરૂણ ધવન અને નતાશા દલાલની. 

આ બંન્ને બાળપણના દોસ્તોની પ્રેમ કહાની બીજો પડાવ પાર કરવા તૈયાર છે. પ્રાપ્ત વિગતો પરથી તો આમ લાગી રહ્યું છે. વરૂણ અને નતાશાને લાંબા સમયથી સાથે હેંગઆઉટ કરતા જોઈ શકાય છે અને પાછલા ઘણા સમયથી બંન્નેના લગ્નના સમાચાર પણ આવી રહ્યાં છે. તેવામાં હવે વરૂણ-નતાશાના લગ્નની તારીખ પણ સામે આવી ગઈ છે. 

આ દિવસે છે લગ્ન
ખબર છે કે આ જોડી 22 મે 2020ના થાઈલેન્ડના JW Marriott Khao Lak Resort & Spaમાં લગ્ન કરવાના છે. સ્પોટબોયે સૂત્રના હવાલાથી માહિતી આપી છે કે 2020ની ગરમીમાં વરૂણ-નતાશા લગ્ન કરવાના છે. એટલું જ નહીં ખબર તો તે પણ છે કે વરૂણના મેન્ટોર કરણ જોહર તેના લગ્નમાં મોટી ભૂમિકા ભજવશે. વરૂણ ધવન અને નતાશા દલાલ, કરણ જોહરના જ્વેલરી બ્રાન્ડ ત્યાની જ્વેલેરીના ઘરેણાને પોતાના સંગીત પર પહેરશે. 

ફિલ્મ ક્રિટિક્સ રાજીવ મંસદે કર્યો ખુલાસો, આલિયા-રણબીર ક્યારે કરશે લગ્ન   

પરંતુ તે પણ માનવામાં આવી રહ્યું છે કે થાઈલેન્ડમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે વરૂણ-નતાશાના લગ્નના સ્થળમાં ફેરફાર થઈ શકે છે. 

મહત્વનું છે કે વરૂણ ધવન અને નતાશા દલાલ બાળપણના મિત્રો છે. બંન્ને વચ્ચે ઘણઆ લાંબા સમયથી સંબંધ છે, જેની બંન્નેએ પુષ્ટિ કરી નથી. પરંતુ બાદમાં કરણ જોહરના શો કોફી વિથ કરણ પર વરૂણે નતાશાની સાથે સંબંધનો સ્વીકાર કર્યો હતો. હવે બંન્નેના લગ્ન ક્યાં થાય છે તે જોવાનું રહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news