સ્ક્રીન પર પરવીન બાબી બનશે Urvashi Rautela, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

Parveen Babi Biopic: ઉર્વશી ટુંક સમયમાં નવી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ બોલીવુડની સુંદર અભિનેત્રી પરવીન બાબીની બાયોપિક હશે. આ ફિલ્મમાં પરવીન બાબીના રોલ માટે ઉર્વશી રૌતેલાની પસંદગી કરવામાં આવી છે. આ બાયોપિક વસીમ એસ. ખાન નિર્દેશિત કરશે.

Trending Photos

સ્ક્રીન પર પરવીન બાબી બનશે Urvashi Rautela, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

Parveen Babi Biopic: બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 અને આઈફા એવોર્ડસમાં ધૂમ મચાવ્યા પછી તેની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. ઉર્વશી રૌતેલાએ પોતે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે. ઉર્વશી ટુંક સમયમાં નવી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ બોલીવુડની સુંદર અભિનેત્રી પરવીન બાબીની બાયોપિક હશે. આ ફિલ્મમાં પરવીન બાબીના રોલ માટે ઉર્વશી રૌતેલાની પસંદગી કરવામાં આવી છે. આ બાયોપિક વસીમ એસ. ખાન નિર્દેશિત કરશે.

આ પણ વાંચો:

પરવીન બાબી 1970 અને 1980ના દાયકામાં બોલીવુડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક હતી. તેના અભિનય સાથે તેની સુંદરતાનો આજે પણ કોઈ જોડ નથી. જો કે તેનો અંત ખૂબ જ પીડાદાયક હતો. 50 વર્ષની વયે અભિનેત્રીનું અવસાન થયું હતું. અભિનેત્રી મુંબઈમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પરવીન બાબી લાંબા સમયથી બીમાર હતી. પરવીન બાબીનું જીવન ખૂબ જ રસપ્રદ હતું. તેના જીવનની દરેક ઘટનાને આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે અને ફિલ્મમાં ઉર્વશી પરવીન બાબીનું પાત્ર ભજવતી જોવા મળશે.  

 
ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે, 'બોલીવુડ નિષ્ફળ ગયું પણ હું પરવીન બાબી પર ગર્વ કરીશ... ઓમ નમઃ શિવાય. આ શરુઆત યાત્રા જાદુઈ છે.' ફિલ્મના ડાયરેક્ટરે પણ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે પરવીન બાબીના રોલ માટે ઉર્વશી રૌતેલા પરફેક્ટ છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news