IND vs AUS Final: ઓસ્ટ્રેલિયાને ફાઈનલ મેચ પહેલા લાગ્યો ઝટકો, આ સ્ટાર ફાસ્ટ બોલર થયો બહાર

WTC Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ શરૂ થવામાં હવે ગણતરીનો સમય બાકી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર ઈજાને કારણે ફાઈનલ રમી શકશે નહીં. 

IND vs AUS Final: ઓસ્ટ્રેલિયાને ફાઈનલ મેચ પહેલા લાગ્યો ઝટકો, આ સ્ટાર ફાસ્ટ બોલર થયો બહાર

લંડનઃ WTC Final 2023 Josh Hazlewood Ruled Out: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ લંડનમાં રમાશે. આ મુકાબલા પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ આ મુકાબલામાંથી બહાર થઈ ગયો છે. તે ઈજાને કારણે પરેશાન ચાલી રહ્યો છે. આઈસીસી વેબસાઇટ પર આ માહિતી આપવામાં આવી છે. હેઝલવુડની જગ્યાએ માઇકલ નેસેરને ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નેસેર ઓસ્ટ્રેલિયા માટે બે ટેસ્ટ અને બે વનડે મેચ રમી ચુક્યો છે. 

હકીકતમાં હેઝલવુડ આઈપીએલ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ખેલાડી છે. હેઝલવુડ કોઈ જોખમ લેવા માંગતો નથી. જેથી ભારત સામે ફાઈનલમાં રમશે નહીં. હેઝલવુડ ઓસ્ટ્રેલિયાનો શાનદાર ફાસ્ટ બોલર છે. તે બહાર થવાથી ટીમને નુકસાન થઈ શકે છે. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સ્કોટ બોલેન્ડને અંતિમ ઈલેવનમાં સ્થાન આપી શકે છે. 

Details 👇

— ICC (@ICC) June 4, 2023

ઉલ્લેખનીય છે કે હેઝલવુડે આઈપીએલ 2023માં માત્ર ત્રણ મેચ રમી હતી. આ દરમિયાન તેણે ત્રણ વિકેટ હાસિલ કરી હતી. પરંતુ ત્યારબાદ તે ટૂર્નામેન્ટમાં રમી શક્યો નહીં. હેઝલવુડ આઈપીએલમાં અંતિમ મેચ વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રમી હતી. હેઝલવુડે આઈપીએલ 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ 15 રન આપીને બે વિકેટ લીધી હતી. તો દિલ્હી કેપિટલ્સ સામે તેને એક સફળતા મળી હતી. 

ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ (c),સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (wk), કેમરોન ગ્રીન, માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (wk), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, ટોડ મર્ફી, માઈકલ નેસર, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news