43 વર્ષની આ અભિનેત્રીના બિકિની PHOTOS એ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, ફ્લોન્ટ કર્યા સ્ટ્રેચ માર્ક્સ

કોમોલિકાની ભૂમિકા ભજવીને જાણીતી બનેલી ઉર્વશીનો ગ્લેમરસ અંદાજ એકદમ હીટ છે. 43 વર્ષે પણ ઉર્વશી એકદમ સ્ટનિંગ દેખાય છે. અભિનેત્રીએ સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતા પોતાના કેન્ડિડ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તસવીરોમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. 

43 વર્ષની આ અભિનેત્રીના બિકિની PHOTOS એ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, ફ્લોન્ટ કર્યા સ્ટ્રેચ માર્ક્સ

ટીવી અભિનેત્રી ઉર્વશી ઢોલકિયા જેટલી બિન્દાસ ટીવી સ્ક્રીન પર દેખાય છે તેટલી જ બેબાક તે ઓફસ્ક્રીન પણ છે. કોમોલિકાની ભૂમિકા ભજવીને જાણીતી બનેલી ઉર્વશીનો ગ્લેમરસ અંદાજ એકદમ હીટ છે. 43 વર્ષે પણ ઉર્વશી એકદમ સ્ટનિંગ દેખાય છે. અભિનેત્રીએ સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતા પોતાના કેન્ડિડ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તસવીરોમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. 

દેખાડ્યા સ્ટ્રેચ માર્ક્સ
ઉર્વશી ઢોલકિયાના આ બિકિની ફોટાની ખાસ વાત એ છે કે તેમાં તેના સ્ટ્રેચ માર્ક્સ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. પરંતુ આમ છતાં અભિનેત્રી એકદમ ફૂલ કોન્ફિડન્સમાં પોઝ આપતી જોવા મળી. ઉર્વશી એક્વા બ્લૂ બિકિનીમાં પ્રાઈડ સાથે સ્ટ્રેચ માર્ક્સ ફલોન્ટ કરી રહી છે. ફોટા સાથે ઉર્વશીએ એકદમ સ્ટ્રોંગ મેસેજ આપતા કેપ્શન પણ લખી છે. જેમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે મહિલાઓને તેમના દેખાવ, કપડા અને વર્તન માટે જજ કરાય છે. પણ તેણે ક્યારેય તેની પરવા કરી નથી. હંનેશા એ જ રીતે જીવી જે રીતે તે જીવવા માંગતી હતી. 

શું લખ્યું છે ઉર્વશીએ
ઉર્વશીએ એમ પણ જણાવ્યું છે કે પ્રેગ્નન્સી બાદ મહિલાના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. પરંતુ આ ચીજ પર દરેકે ગર્વ કરવો જોઈએ. તે લખે છે કે- "ન જાણે કેટલાય સમયથી મહિલાઓને જજ કરાય છે. તેઓ કેવી દેખાય છે, શું પહેરે છે અને કેવું વર્તન કરે છે. પિક્ચર  પરફેક્ટ હોવાનું દબાણ કઈક એવું છે કે જેને મે દરેક પગલે ટાળ્યું છે. કારણ કે એક મહિલા હોવાના નાતે મને મારા જેવા હોવાનો અધિકાર છે. જે હું ઈચ્છું તે પહેરું, જે ઈચ્છું તે કરું, મારા જીવનને જેવું હું ઈ્ચછું તેવું જીવું." 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by URVASHI (@urvashidholakia)

"મારી ગરિમા અને સ્વાભિમાન કોઈ બીજાએ નહીં પણ મે કમાયું છે. મને કોઈ માન્યતાની જરૂર નથી. અમારું શરીર પસાર થતા દરેક દિવસ સાથે બદલાય છે અને અમને અમારા શેપ અને સાઈઝ માટે જજ કરવાની જરૂર નથી. કારણ કે એક મહિલા એ છે જ્યાંથી જીવનની ઉત્પતિ થાય છે. આ જ એ સૌથી મોટી સંપત્તિ છે જેના માલિક હોવાની મને ખુબ ખુશી છે."

ઉર્વશી ઢોલકિયાના આ બોલ્ડ અંદાજ સાથે મહિલાઓને નામ લખાયેલા મજબૂત કેપ્શનને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. યૂઝર્સે ઉર્વશી ઢોલકિયાના ભરપેટ વખાણ કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news