મહેસાણામાં મોટી દુર્ઘટના ટળી! રેલવે સ્ટેશને ડબ્બા પાટાથી ઉતર્યા, જો શોર્ટ સર્કિટ થાત તો...'

તાજેતરમાં જ મોરબી દુર્ઘટના બની છે, તેમાંથી હજુ બહાર આવી શક્યા નથી. તેવામાં આજે મહેસાણામાં એક મોટી દુર્ઘટના થતા ટળી છે. ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા બાદ વીજ લાઇનના થાંભલાના ટેકે ઉભા રહ્યા હતા.

મહેસાણામાં મોટી દુર્ઘટના ટળી! રેલવે સ્ટેશને ડબ્બા પાટાથી ઉતર્યા, જો શોર્ટ સર્કિટ થાત તો...'

તેજસ દવે/મહેસાણા: આજે મહેસાણા રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી છે. મહેસાણા રેલવે સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. દેત્રોજથી લોડ થયેલ ગુડ્સ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા છે. ગુડ્સ ટ્રેન દેત્રોજથી દિલ્હી તરફ જઈ રહી હતી. ત્યારે મહેસાણા પહોંચતા અગમ્ય કારણોસર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા. 

આ અકસ્માતને લઇ રેલ વ્યવહાર ખોરવાયો છે. અકસ્માતને લઇ સવારે 9.20 થી સંપૂર્ણ રેલ વ્યવહાર બંધ હોવાની માહિતી મળી રહી છે. રેલવેના અધિકારીઓ આ અકસ્માત મામલે કઈ પણ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે. મહેસાણા રેલવે સ્ટેશન પર ટ્રેન પાટા પરથી કયા કારણોસર ઉતરી? એ મામલે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, તાજેતરમાં જ મોરબી દુર્ઘટના બની છે, તેમાંથી હજુ બહાર આવી શક્યા નથી. તેવામાં આજે મહેસાણામાં એક મોટી દુર્ઘટના થતા ટળી છે. ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા બાદ વીજ લાઇનના થાંભલાના ટેકે ઉભા રહ્યા હતા. જો વીજ લાઇન સાથે અડક્યા હોત તો શોર્ટ સર્કિટ થાત અને એક મોટી દુર્ઘટના ઘટી શકતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news