ચૂંટણી લડવા માટે ઉર્મિલા માતોન્ડકર અને પ્રિયા દત્તે કસી કમર

નોર્થ મુંબઈ લોકસભા સીટ મામલે કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોન્ડકરે ઉમેદવારીપત્ર ભરી દીધું છે. નોર્થ મુંબઈ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલાનો મુકાબલો ભાજપના ગોપાલ શેટ્ટી સાથે થશે. આ સાથે જ પૂર્વ સાંસદ અને સુનીલ દત્તની દીકરી પ્રિયા દત્તે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. 

ચૂંટણી લડવા માટે ઉર્મિલા માતોન્ડકર અને પ્રિયા દત્તે કસી કમર

મુંબઈ : નોર્થ મુંબઈ લોકસભા સીટ મામલે કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોન્ડકરે ઉમેદવારીપત્ર ભરી દીધું છે. નોર્થ મુંબઈ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલાનો મુકાબલો ભાજપના ગોપાલ શેટ્ટી સાથે થશે. આ સાથે જ પૂર્વ સાંસદ અને સુનીલ દત્તની દીકરી પ્રિયા દત્તે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. 

સોમવારે સવારે મુંબઈની બાંદરા કલેક્ટર ઓફિસમાં ઉર્મિલાએ ઉમેદવારીપત્ર દાખલ કર્યું. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા કોંગ્રેસમાં શામેલ થઈ એ પછી તેને નોર્થ મુંબઈ લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. ઉર્મિલા ગયા મહિને જ કોંગ્રેસની સભ્ય બની હતી અને એના પછીના દિવસે જ તેને ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

આ સાથે જ કોંગ્રેસની નોર્થ સેન્ટ્રલ મુંબઈની ઉમેદવાર પ્રિયા દત્તે પણ પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કરી દીધું છે. આ સમયે તેની સાથે તેનો ભાઈ સંજય દત્ત પણ હાજર હતો. ઉમેદવારીપત્ર દાખલ કર્યા પછી પ્રિયાએ પોતાની જીતનો દાવો કર્યો છે. સંજયે કહ્યું છે કે નોર્થ સેન્ટ્રલ મુંબઈ મારા પિતા સુનીલ દત્તની સીટ રહી છે. મારી બહેન પ્રિયાએ પણ અહીં લોકો માટે બહુ કામ કર્યું છે. હું હંમેશા બહેન પ્રિયા સાથે છું અને ચૂંટણીમાં તેની જીતની પ્રાર્થના કરું છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news