બોક્સ ઓફિસ પર ઉરીનો ધમાકો, 5 દિવસમાં 50 કરોડની કમાણી
અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ ઉરી રિલીઝ થયાના પ્રથમ દિવસથી બોક્સ ઓફિસ પર છવાયેલી છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિક્કી કૌશલની ફિલ્મ ઉરી બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બની છે. ફિલ્મએ પાંચમાં દિવસે 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
આ ફિલ્મ માટે વિક્કી કૌશલને પણ ખૂબ પ્રશંસા મળી રહી છે, તો ફિલ્મએ પણ પોતાના દર્શકોને જોશમાં રાખ્યા છે. જમ્મૂ કાશ્મીરના ઉરીમાં 2016માં આર્મી કેમ્પ પર થયેલા આંતકી હુમલાએ દેશને હલાવી દીધું હતું. આ હુમલાનો બદલો લેવા માટે આપણા દેશની રક્ષા કરનારા સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જેમાં તેને સફળતા મળી હતી. આ ફિલ્મ એકવાર તે સફળતાને યાદ અપાવીને ભારતીયોનું માથુ ગર્વથી ઉંચુ કરી દે છે.
મંગળવારે થઈ આટલી કમાણી
આ ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસથી બોક્સ ઓફિસ પર સારી કમાણી કર રહી છે. જ્યાં ફિલ્મએ પ્રથમ દિવસે શ8.20 કરોડની કમાણી કરી હતી, તો વિક એન્ડમાં પણ સારી કમાણી થઈ હતી. શનિવારે ફિલ્મને 12.43 કરોડ, રવિવારે 15.10 કરોડ, સોમવારે 10.51 કરોડની કમાણી કરીને કુલ 45 કરોડની કમાણી કરી હતી.
તો મંગળવારે ફિલ્મએ 9.57 કરોડની કમાણી કરીને કુલ 55.81 કરોડની કમાણી કરી લીધી છે. આગામી દિવસોમાં ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે.
મહત્વનું છે કે, ડાયરેક્ટર આદિત્ય ધરની ઉરીમાં વિક્કી કૌશલ સિવાય મોહિત રૈના, યામી ગૌતમ, પરેશ રાવલ, કૃતિ કુલ્હારી, સ્વરૂપ સંપત અને રજીત કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક સત્ય ઘટના પર બનેલી ફિલ્મ છે. તે આતંકી હુમલાનો જવાબ આપવા માટે સર્જિકલ સ્ટ્રાઇકની પ્લાનિંગ કરે છે. પોતાના સીનિયર અધિકારીઓને વિશ્વાસમાં લઈને આ ઓપરેશનને લીડ કરે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ શાનદાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે