FLASHBACK !! થવાના હતા કેટરિના અને ભાઇજાનના લગ્ન પણ એક ફિલ્મે મારી દીધો લોચો

2009ની ફિલ્મને કારણે સંબંધોમાં મોટો વળાંક આવી ગયો હતો

FLASHBACK !! થવાના હતા કેટરિના અને ભાઇજાનના લગ્ન પણ એક ફિલ્મે મારી દીધો લોચો

મુંબઈ : એક સમયે સલમાન ખાન અને કેટરિના કૈફ એકબીજાની બહુ નજીક હતા. તેમના પ્રેમપ્રકરણની બોલિવૂડમાં ચારે તરફ ચર્ચા હતી. બોલિવૂડમાં લગભગ બધાને ખાતરી હતી કે તેમનો પ્રેમ ચોક્કસ લગ્નની વેદી સુધી પહોંચી જશે. એક ચર્ચા પ્રમાણે સલમાન અને કેટરિનાએ પણ લગ્ન કરવાનો નિર્ધાર કરી લીધો હતો. જોકે 2009માં કેટરિનાની એક ફિલ્મને કારણે બંનેના સંબંધોમાં ભારે લોચો ઉભો થઈ ગયો હતો. 

2009માં કેટરિના કૈફે બોલિવૂડના સેન્સેશન ગણાતા રણબીર કપૂર સાથે 'અજબ પ્રેમ કી ગજબ કહાની' નામની એક ફિલ્મ સાઇન કરી હતી. આ બંને જ્યારે શૂટ કરી રહ્યા હતા ત્યારે એકબીજાની બહુ નજીક આવી ગયા હતા. તેમની નિકટતા એટલી બધી વધી ગઈ હતી કે કેટરિનાના સલમાન સાથેના સંબંધો તુટી ગયા હતા. આ ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી અને રણબીર-કેટરિના એકબીજાને લકી સમજવા લાગ્યા હતા. 

આ ફિલ્મની સફળતાને પગલે રણબીર અને કેટરિનાની નિકટતા વધી અને સલમાન સાથે તેનું બ્રેક-અપ થઈ ગયું. રણબીર અને કેટરિનાની જોડીએ પછી તો ‘રાજનીતિ’ અને ‘જગ્ગા જાસૂસ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને લિવ-ઇનમાં સાથે રહેવા લાગ્યા. કમનસીબે તેમનો સંબંધ પણ બહુ લાંબો ન ચાલ્યો. આ પછી એક દિવસ રણબીર અને કેટરિનાનું બ્રેક-અપ થઈ ગયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news