TRP List: 'તારક મહેતા...' એ 'અનુપમા'ને આપી જબરદસ્ત પછડાટ, Mission Kala Kauwa ફળી ગયું!

આ અઠવાડિયે ટીઆરપી લિસ્ટ ઓરમેક્સ દ્વારા બહાર પાડવામાં આવી છે અને મોટો ફેરફાર જોવા મળ્યો છે.

TRP List: 'તારક મહેતા...' એ 'અનુપમા'ને આપી જબરદસ્ત પછડાટ, Mission Kala Kauwa ફળી ગયું!

નવી દિલ્હી: આ અઠવાડિયે ટીઆરપી લિસ્ટ ઓરમેક્સ દ્વારા બહાર પાડવામાં આવી છે અને મોટો ફેરફાર જોવા મળ્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ તો કમાલ કરી નાખી. આ શો એ 'અનુપમા' અને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ને જબરદસ્ત પછડાટ આપી છે. 

ટોપ શો બન્યો
નાના પડદાના સૌથી લોકપ્રિય શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  (Taarak Mehta Ka Ooltah Chashmah) એ છેલ્લા અનેક વર્ષોથી ટોપ 10માં પોતાની જગ્યા જાળવી રાખી છે. દિલિપ જોશી સ્ટારર આ શોમાં કાલા કૌઆ મિશને ફેન્સના દિલ જીતી લીધા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બધા ટીવી શોને પછાડીને નંબર વન પોઝિશન પર પહોંચી ગયો. તેણે અનુપમાને બીજા નંબરે ધકેલી દીધી. 

અનુપમા
રુપાલી ગાંગુલી, મદાલસા શર્મા, અને સુધાંશુ પાંડે સ્ટારર શો 'અનુપમા' (Anupamaa) શરૂઆતથી ચર્ચાનો વિષય બનેલો છે. આ અઠવાડિયે આવેલા ટીઆરપી લિસ્ટમાં અનુપમા બીજા નંબરે છે. અત્રે જણાવવાનું કે આ શોએ શરૂઆતથી જ દર્શકોનો ખુબ પ્રેમ મેળવ્યો છે. 

સુપર ડાન્સ ચેપ્ટર 4
ટીઆરપી યાદીમાં ટોપ 2માં જ્યાં ફિક્શન્સ શો છે ત્યાં ત્રીજા નંબરે રિયાલિટી શો 'સુપર ડાન્સ ચેપ્ટર 4' (Super Dancer 4) છે. શોમાં સતત આવતા ડ્રામેટિક ઈન્સિડન્ટ્સ દર્શકોને જકડી રાખે છે. 

ઈન્ડિયન આઈડલ 14
આ યાદીમાં ચોથા નંબરે પણ એક રિયાલિટી શો છે. 'ઈન્ડિયન આઈડલ' (Indian Idol 14) ભલે કોઈને કોઈ કારણસર ચર્ચા અને વિવાદમાં રહ્યો હોય પરંતુ સ્પર્ધકોના મધુર અવાજના કારણે આ શો દર્શકોના મન જીતી રહ્યો છે અને ચોથા નંબરે છે. 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ
'તારક મહેતા...'ની જેમ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' (Yeh Rishta Kya Kehlata Hai) એ પણ અનેક વર્ષોથી ટીઆરપી લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી રાખી છે. આ અઠવાડિયાની વાત કરીએ તો આ શો હાલ ટીઆરપી લિસ્ટમાં પાંચમા નંબરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news