વર્ષો પછી રણબીર કપૂરના જન્મદિવસે થયો મોટો ચમત્કાર !

આજે બોલિવૂડના બર્ફી બોયનો 36મો જન્મદિવસ છે

વર્ષો પછી રણબીર કપૂરના જન્મદિવસે થયો મોટો ચમત્કાર !

મુંબઈ : બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આજે પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રિટ કરી રહ્યો છે. આજે તેના ચાહકો દેશ-વિદેશમાંથી મોટાપાયે શુભેચ્છા આપી રહ્યા છે. આ સંદેશાઓમાં રણબીરના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના છે. રણબીર માટે આજનો દિવસ ખાસ છે કારણ કે આજના દિવસે તેની સાથે તેની ગર્લફ્રેન્ડ છે. 

રણબીર માટે જન્મદિવસે તેની ગર્લફ્રેન્ડ સાથે હોય એ કોઈ ચમત્કાર નથી કારણ કે વર્ષો પછી રણબીરનો એવો જન્મદિવસ આવ્યો છે જેમાં તેની ગર્લફ્રેન્ડ પણ સાથે છે. આ પહેલાં દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ જેવી હિરોઇનો સાથે રણબીરનું અફેર ચાલ્યું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી તે પોતાના જન્મદિવસે એકલવાયો જ છે. 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

આલિયા અને રણબીર 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ વખતથી એકબીજાની નજીક આવ્યા છે અને તેમના પરિવાર પણ આ રિલેશનશીપ સ્વીકારી ચૂક્યા છે. રણબીરની માતા નીતુ સિંહે એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જેમાં નીતુની સાથે આલિયા અને તેની માતા સોની રાજદાન દેખાય છે. આમ, રણબીર અને આલિયાની રિલેશનશીપને પરિવારની પણ સ્વીકૃતિ મળી ગઈ છે. આમ, રણબીર અને આલિયાના ચાહકોને બહુ જલ્દી સારા સમાચાર મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news