TMKOC: નવા 'તારક મહેતા'ની એન્ટ્રી બાદ ચાહકોમાં નારાજગી, મિમ્સ શેર કરીને કરવા લાગ્યા આ માંગણી

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આજકાલ કલાકારોની અવરજવર જોવા મળી રહી છે. હવે શોમાં તારક મહેતાના પાત્રમાં શૈલેષ લોઢાની જગ્યાએ નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફની એન્ટ્રી થઈ છે. નવા 'મહેતાસાહેબ'ની એન્ટ્રી પર જો કે ફેન્સમાં મિક્સ રિએક્શન જોવા મળી રહ્યા છે. જેવી નવા તારક મહેતાની એન્ટ્રીવાળો એપિસોડ ઓન એર થતા નેટિઝન્સના રિએક્શન આવવા માંડ્યા અને TMKOC ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. સચિન શ્રોફની TMKOC માં એન્ટ્રી પર ફેન્સના કેટલાક રિએક્શન્સ.....

TMKOC: નવા 'તારક મહેતા'ની એન્ટ્રી બાદ ચાહકોમાં નારાજગી, મિમ્સ શેર કરીને કરવા લાગ્યા આ માંગણી

TMKOC: ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાં સામેલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ વખતે આ શો નવા તારક મહેતા એટલે કે સચિન શ્રોફના કારણે ચર્ચામાં છે. લાંબા સમયથી તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં શૈલેષ લોઢાને રિપ્લેસ કરવા મુદ્દે અટકળો થઈ રહી હતી. ખુબ ઈન્તેજાર બાદ આખરે ગોકુલધામમાં સચિન શ્રોફની એન્ટ્રી થઈ ગઈ. ફેન્સને જો કે તારક મહેતા તરીકે સચિન શ્રોફ જામતા હોય તેવું લાગતું નથી. નવા 'મહેતાસાહેબ'ની એન્ટ્રી પર જો કે ફેન્સમાં મિક્સ રિએક્શન જોવા મળી રહ્યા છે. જેવી નવા તારક મહેતાની એન્ટ્રીવાળો એપિસોડ ઓન એર થતા નેટિઝન્સના રિએક્શન આવવા માંડ્યા અને TMKOC ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. 

મીમ્સ થવા લાગ્યા શેર
સોશયિલ મીડિયાની સૌથી સારી વાત એ છે કે અહીં લોકો પોતાની વાત ખુલીને રજૂ કરી શકે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ પણ આમ જ કરી રહ્યા છે. શૈલેષ લોઢાની જગ્યાએ શોમાં સચિન શ્રોફને જોઈને લોકોએ ઈન્ટરનેટ પર પોતાની વાત  ખુલીને રજૂ કરવાની શરૂ કરી દીધી. આ ટ્વિટ્સને વાંચ્યા પછી સમજી શકાય કે લોકો માટે નવા તારક મહેતાને સ્વીકારવા કેટલા મુશ્કેલ બન્યા છે. શૈલેષ લોઢાએ તારક મહેતા સાથે લાંબો સમય વીતાવ્યો હતો. તેમણે આ પાત્રમાં જીવ રેડી દીધો હતો. જેને કારણે હવે લોકો માટે તેમની જગ્યાએ કોઈ અન્ય અભિનેતાને સ્વીકારવા મુશ્કેલ બનતું હોય તેવું લાગે છે. 

સચિન શ્રોફની TMKOC માં એન્ટ્રી પર ફેન્સના કેટલાક રિએક્શન્સ.....

એક યૂઝરનું કહેવું છે કે તારક મહેતા શો તેનો ચાર્મ ગૂમાવી રહ્યો છે. સારામાં સારો શો હવે બોરિંગ બની રહ્યો છે. શોની આ પડતી છે. દરેક જણ સિરિયલ છોડી રહ્યા છે. 

— Mufaddal Vohra (@133_AT_Hobart) September 13, 2022

અન્ય એક યૂઝરનું કહેવું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો અંત લાવી દો, તેને બગાડો નહીં. દયાએ શો છોડ્યા બાદ ઘણું બધુ છૂટી ગયું. ટપુ, અને સોનુના બદલાવવાથી બહુ નહીં પણ થોડો ફરક આવ્યો. પણ કોવિડ પછી તો ઘણું બધું...સોઢી, અંજલી ગયા, નટુકાકાનું મૃત્યુ થયું અને હવે તારક મહેતા, બધા રિપ્લેસ થયા. જૂના એપિસોડ સોનું હતા. 

— I miss BTS! Joonie's day night💕💕!! (@Gurleenk03) September 13, 2022

PS: one of the most ardebt fan!

— ritika das (@itfaa2015) September 14, 2022

— Satyam  (@satyam_2044) September 14, 2022

— Shashwat Kumar (@shashwat9kumar) September 14, 2022

— Suhas Jamadade (@SuhasJamadade1) September 14, 2022

— DP☕ (@_Dptweets7) September 14, 2022

Meanwhile Fans of #Jethalal be like:- pic.twitter.com/78PLBR5d55

— Sanjana Mohan (@SanjanaMohan10) September 14, 2022

— Parm (@paya85584254) September 14, 2022

અત્રે જણાવવાનું કે શૈલેષ લોઢા અગાઉ પણ અનેક કલાકારોએ આ શોને અલવિદા કરી દીધુ છે. જેમાં દયાબેનનું પાત્ર ભજવતા દિશા વાકાણી, અંજલીભાભીનું પાત્ર ભજવતા નેહા મહેતા, સોઢી તરીકે જોવા મળતા ગુરુચરણ સિંહ, સોનું બનેલી નિધિ ભાનુશાળી, ટપુ બનેલા ભવ્ય ગાંધીએ પણ કોઈને કોઈ કારણસર શોને અલવિદા કરી દીધુ હતું. હવે તારક મહેતા તરીકે સચિન શ્રોફ રિપ્લેસ થતા ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news