બાગી 3ના સેટ પર જોવા સાજિદ નડિયાદવાલા, સર્બિયાના PM સાથે કરી મુલાકાત, ટાઇગર શ્રોફે શેર કર્યો ફોટા!

પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા ભારતીય સિનેમાના વિકાસ માટે નવી નવી જગ્યાએ જઈને એક રોડમેપ તૈયાર કરવા પણ કામ કરી રહ્યા છે. હાલ સાજિદ નડિયાદવાલાની ટીમ સર્બિયામાં તેની ફ્રેન્ચાઈઝીની ફિલ્મ ‘‘બાગી 3’’નું શૂટિંગ કરી રહી છે. ત્યારે સર્બિયાના પ્રવાસ દરમિયાન સાજિદ નડિયાદવાલાએ અહીંના વડાપ્રધાન ઍના બ્રાનબિક સાથે મુલાકાત પણ કરી હતી.

બાગી 3ના સેટ પર જોવા સાજિદ નડિયાદવાલા, સર્બિયાના PM સાથે કરી મુલાકાત, ટાઇગર શ્રોફે શેર કર્યો ફોટા!

નવી દિલ્હી: પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા ભારતીય સિનેમાના વિકાસ માટે નવી નવી જગ્યાએ જઈને એક રોડમેપ તૈયાર કરવા પણ કામ કરી રહ્યા છે. હાલ સાજિદ નડિયાદવાલાની ટીમ સર્બિયામાં તેની ફ્રેન્ચાઈઝીની ફિલ્મ ‘‘બાગી 3’’નું શૂટિંગ કરી રહી છે. ત્યારે સર્બિયાના પ્રવાસ દરમિયાન સાજિદ નડિયાદવાલાએ અહીંના વડાપ્રધાન ઍના બ્રાનબિક સાથે મુલાકાત પણ કરી હતી.

સાજિદ નડિયાદવાલાએ કર્નલ મિહેલો જોગોવીકની સહિત સર્બિયાના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી અને ફિલ્મો દ્વારા એક ક્રોસ-સાંસ્કૃતિક આદાન પ્રદાનની શક્યતાઓ અંગે ચર્ચા કરી. સર્બિયાની આ મુલાકાતના ફોટોઝ શૅર કરતા નડિયાદવાલા ગ્રેન્ડસન્સ મૂવીઝના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે,’#SajidNadiadwala and @WardaNadiadwala in Serbia with @SerbianPM and #ColonelMihailoZogovic. We are grateful and thankful to have met you!”.
 

— Nadiadwala Grandson (@NGEMovies) November 20, 2019

ઉલ્લેખનીય છે કે ‘બાગી 3’ની ટીમે શ્રદ્ધા કપૂર અને ટાઈગર શ્રોફ સાથે તાજેતરમાં જ સર્બિયામાં શૂટિંગ કર્યું છે. ત્યારે આ દેશની સુંદરતા આ ફોટોઝમાં ઝળકે છે. સાજિદ અને પીએમ ઍનાની બેઠકની સાથે આ ફિલ્મ પણ ભારતીય સિનેમાને આગામી સમયમાં ક્ષિતિજ સુધી પહોંચવામાં મદદ કરશે.

તાજેતરમાં જ સાજિદ નડિયાદવાલા અને ટાઈગર શ્રોફનો સર્બિયામાં ‘બાગી 3’ના સેટ પરથી ક્લેપ બોર્ડ પકડેલો ફોટો સામે આવ્યો હતો, જે બાદ દર્શકો પણ આ ફિલ્મ માટે ઉત્સાહિત છે. ‘બાગી 3’નું પ્રોડક્શન સાજિદ નડિયાવાલાના બેનર નડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેઈનમેન્ટ હેઠળ થઈ રહ્યું છે. અહેમદ ખાન ડિરેક્ટેડ આ ફિલ્મ 2020માં રિલીઝ થાય એવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news