SBIની હોમ લોન લેવા માટે આ રીતે કરો અરજી, બ્રાંચ સુધી ગયા વગર મળી જશે મંજૂરી

જો તમે ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા હો અને ભારતીય સ્ટેટ બેંક (SBI) પાસેથી હોમ લોન લેવા ઇચ્છતા હો તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો

SBIની હોમ લોન લેવા માટે આ રીતે કરો અરજી, બ્રાંચ સુધી ગયા વગર મળી જશે મંજૂરી

નવી દિલ્હી : જો તમે ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા હો અને SBIમાંથી હોમ લોન લેવા ઇચ્છતા હો તો હવે તમે ઓનલાઇન અરજી કરી શકો છો. આ માટે બ્રાંચ સુધી ગયા વગર પણ સૈદ્ધાંતિક રીતે લોનને મંજૂરી મળી શકે છે. SBI પોતાની YONO એપ મારફતે હોમ લોન લેવા માટે અરજી કરી શકાય છે. આ માટે તમારે એપ પર લોગઇન કરવું પડશે અને પછી હોમ લોનનો વિકલ્પ પસંદ કરવો પડશે. SBIYONO મારફતે અરજી કરવાથી હોમ લોન માટે બ્રાંચ સુધી ગયા વગર સૈદ્ધાંતિક મંજૂરી મેળવી શકાય છે. આ એપ મારફતે 24 કલાકમાં ગમે ત્યારે અરજી કરી શકાય છે. તમે અહીંથી બ્રાંચની મુલાકાત માટે એપોઇન્ટમેન્ટનો સમય પણ લઈ શકશો. 

વ્યક્તિ SBIની હોમ લોન લેવા માટે WWW.homeloans.sbi પર મેઇલ મોકલીને હોમ લોન માટે અરજી કરી શકો છો. WWW.psbloansin59minutes.com મારફતે પણ હોમ લોન માટે અરજી થઈ શકે છે. 

વ્યક્તિ એસબીઆઇના ટોલ ફ્રી નંબર 1800118018 પર ફોન કરીને પણ હોમ લોન માટે અરજી કરી શકો છો. આ ફોન પર અરજીની સંપૂર્ણ પ્રક્રિયા સમમજાવામાં આવશે. આ સિવાય 567676 નંબર પર SMS કરીને લોન માટે અરજી કરી શકો છો. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news