ટાઇગર બહેન સાથે મળીને કરી રહ્યો છે એવું કામ કે માતા-પિતાનું માથું થશે ગર્વથી ઉંચું
Trending Photos
મુંબઈ : જેકી શ્રોફ અને આયેશા શ્રોફનો દીકરો ટાઇગર શ્રોફ ધીમી પણ મક્કમ ગતિથી બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહ્યો છે. ટાઈગર માટે 2018નું વર્ષ ધમાકેદાર સાબિત થયું છે કારણ કે આ વર્ષે તેની 'બાગી 2' હિટ રહી છે. અને હાલ તે 'સ્ટુડન્ટ ઓફ ધી યર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે પોતાની બહેન કૃષ્ણા શ્રોફ સાથે મળીને MMA (મિક્સ માર્શલ આર્ટ) મેટ્રિક્સ જીમ સ્થાપવા તૈયારી કરી છે.
ટાઇગર બહેન કૃષ્ણા શ્રોફ સાથે મળીને પહેલી ડિસેમ્બરથી મુંબઈના બાંદરામાં MMA માન્યતા પ્રાપ્ત જીમની શરૂઆત કરી રહ્યા છે. ટાઇગરનું પ્લાનિંગ છે કે આગામી બે વર્ષમાં 12 સ્ટુડિયો શરૂ કરવામાં આવે.
ટાઈગરની બહેન અને જેકી શ્રોફની દીકરી કૃષ્ણા ઘણીવાર બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે. તેને ઘણી ફિલ્મ્સની ઓફર પણ મળી ચૂકી છે, પરંતુ તે એક્ટિંગ ફિલ્ડમાં રસ ધરાવતી નથી. કૃષ્ણા ટ્રાન્સઝેંડર કોમ્યુનિટી પર એક ડોક્યુમેન્ટ્રી ડિરેક્ટ કરી ચૂકી છે. કૃષ્ણા ઘણીવાર પોતાના બ્રાઝિલિયન બોયફ્રેન્ડ સ્પેન્સર જોનસન સાથે તસવીર શેર કરતી રહી છે. બ્રાઝિલની એક સ્પોર્ટ્સ કંપનીમાં ફૂટબોલ ટ્રેનર તરીકે કામ કરતા સ્પેન્સરને કૃષ્ણાનો સંપૂર્ણ પરિવાર જાણે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે