WHAT ! રિલીઝના ગણતરીના કલાકોમાં જ LEAK થઈ ગઈ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'

અત્યાર સુધીની સૌથી મોંઘી હિન્દી ફિલ્મને પડ્યો પાઇરસીનો ફટકો

WHAT ! રિલીઝના ગણતરીના કલાકોમાં જ LEAK થઈ ગઈ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'

નવી દિલ્હી : પાઇરસીનો મુદ્દો બોલિવૂડ માટે હંમેશા મોટી મુસીબતનો મુદ્દો રહ્યો છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બોલિવૂડની સૌથી મોંઘી ગણાવાયેલી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' રિલીઝના ગણતરીના કલાકોમાં જ લિક થઈ ગઈ હોવાના સમાચાર મળ્યા છે. અમિતાભ બચ્ચન અને આમિર ખાનને ચમકાવતી આ ફિલ્મ 8 નવેમ્બરના દિવસે રિલીઝ થઈ હતી પણ એના પ્રારંભિક રિવ્યુ ઉત્સાહજનક નથી. 

મળતી માહિતી પ્રમાણે પાઇરસી માટે ફેમસ વેબસાઇટ તમિલ રોકર્સે આ ફિલ્મ લિક કરી છે. વેબસાઇટ પર આ ફિલ્મને ત્રણ ભાષામાં હાઇ ડેફિનેશન ક્વોલિટીમાં અપલોડ કરવામાં આવી છે. જોકે, આના કારણે ફિલ્મના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાહકોએ Tamil Film Producers Council (TFPC) પાસે લિક વિરૂદ્ધ એક્શન લેવાની માગણી કરી છે. 

રિવ્યુ પ્રમાણે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ઝાકમઝોળથી ભરપૂર છે, પરંતુ ફિલ્મની સ્ટોરીમાં દમ નથી. બે હિટ સ્ટાર્સની સાથે ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય અધકચરી સ્ટોરી લઈને આવી ગયા છે. સ્ક્રીન પ્લે તેમણે પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરવ્યો છે. 300 કરોડ રૂપિયાના માતબર બજેટ સાથે બનેલી આ ફિલ્મ રીલીઝ થતાની સાથે સોશિયલ મીડીયામાં ટ્રોલરના રોષનો ભોગ બની છે. ટ્વિટર પર ફિલ્મના મીમ્સ બની રહ્યાં છે.ફિલ્મનું બોક્સ ઓફિસ પર ઓપનિંગ કલેક્શન તો સારૂ રહ્યું છે પરંતુ રિવ્યુ પ્રમાણે ફિલ્મ આ વર્ષની સૌથી ફ્લોપ સાબિત થાય તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news