ચીન ઓપનઃ પીવી સિંધુનો પડકાર સમાપ્ત, ક્વાર્ટર ફાઇનલમાં થયો પરાજય

 ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટ ખેલાડી પીવી સિંધુ માટે ચીન ઓપનમાં શુક્રવારનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. 

ચીન ઓપનઃ પીવી સિંધુનો પડકાર સમાપ્ત, ક્વાર્ટર ફાઇનલમાં થયો પરાજય

ફુઝોઉ (ચીન): ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટ ખેલાડી પીવી સિંધુ માટે ચીન ઓપનમાં શુક્રવારનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. વર્લ્ડ નંબર-3 સિંધુને મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે તે પોતાનું બીજી ચીન ઓપન ટાઇટલ જીતવાથી પણ ચુકી ગઈ છે. 

સિંધુનો મહિલા સિંહલ્સના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચીનની વર્લ્ડ નંબર-7 બિંગજિયાઓ સામે એક કલાક અને 10 મિનિટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મેચમાં 17-21, 21-17, 15-21થી પરાજય થયો હતો. 

રિયો ઓલંમ્પિકની સિલ્વર મેડલ વિજેતા સિંધુએ 2016માં પ્રથમવાર ચીન ઓપનનું ટાઇટલ તેના નામે કર્યું હતું. આ વખતે પણ તેની પાસે આશા હતી પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news