1 ફિલ્મના 33 કરોડ, કલંક ફ્લોપ થવા પર પણ ઓછી નથી થઈ વરૂણ ધવનની ફી

વરૂણ ધવન બોલીવુડના સફળ અભિનેતાની યાદીમાં સામેલ છે. વરૂણ ધવનની આ વર્ષે આવેલી કલંક ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોય, પરંતુ વરૂણ ધવનનો ચાર્મ અને સ્ટારડમ યથાવત છે.

1 ફિલ્મના 33 કરોડ, કલંક ફ્લોપ થવા પર પણ ઓછી નથી થઈ વરૂણ ધવનની ફી

મુંબઈઃ વરૂણ ધવન બોલીવુડના સફળ અભિનેતાની યાદીમાં સામેલ છે. વરૂણ ધવનની આ વર્ષે આવેલી કલંક ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોય, પરંતુ વરૂણ ધવનનો ચાર્મ અને સ્ટારડમ યથાવત છે. એક્ટરની આગામી વર્ષે ડાન્સ બેસ્ડ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3D રિલીઝ થશે. તેમાં તે શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સાથે જોવા મળશે. જાણવા મળ્યું છે કે, સ્ટ્રીટ ડાન્સર 3D વરૂણ ધવને મોટી ફી લીધી છે. 

પિંકવિલાએ પોતાના રિપોર્ટમાં સૂત્રના હવાલાથી જણાવ્યું કે, વરૂણને ડાન્સ ફિલ્મ માટે કરોડોની ફી આપવામાં આવી છે. ભૂષણ કુમારે ફિલ્મ પર પૈસા લગાવ્યા છે. તેને ભારતીય સિનેમાની સૌથી મોટી ડાન્સ ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. 

સૂત્રોએ જણાવ્યું, 'વરૂણ ચોક્કસપણે યંગ જનરેશનના મોંઘા અભિનેતામાં સામેલ થનાર સિતારો છે. સ્ટ્રીટ ડાન્સર 3D માટે તેને 33 કરોડ ફી આપવામાં આવી છે.'

'વરૂણ ધવનની 'લોકચાહના અને તેની ફિલ્મોના સેટેલાઇન બિઝનેસને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરૂણની ફિલ્મો ટીવી પર ખુબ સારી રીતે કામ કરે છે અને નિર્માતા પણ તેનો મોટો ફાયદો ઉઠાવી રહ્યાં છે. મેકર્સે મોટી રકમમાં ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ લીડિંગ ચેનલ્સને વેચવાનો નિર્ણય કર્યો છે.'

'ચેનલ પણ વરૂણની સ્મોલ સ્ક્રીન પર મોટી વ્યૂઅરશિપને જોતા મેકર્સની ડીલથી સહમત છે. વરૂણને ફિલ્મ માટે 10-11 કરોડ સાઇનિંગ અમાઉન્ટ મળ્યું હતું. બાકી પૈસા વરૂણને પ્રોડ્યૂસર દ્વારા કમાયેલા સેટેલાઇટ અને ડિજિટલ રાઇટ્સમાંથી આપવામાં આવશે.'

મહત્વનું છે કે પાછલા વર્ષે રણબીર કપૂરે સંજૂ માટે 40 કરોડ ફી લીધી હોવાના સમાચાર આવ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે હાઈએસ્ટ પેડ યંગ એક્ટર્સની યાદીમાં વરૂણ ધવન બીજા સ્થાને આવી ગયો છે. સ્ટ્રીટ ડાન્સર 3Dને રેમો ડિસૂજાએ ડાયરેક્ટ કરી છે. શૂટિંગ પૂરુ થઈ ગયું છે. હાલ પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. તેને 24 જાન્યુઆરી 2020ના રિલીઝ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news