EDની સામે આવ્યા 5 મહત્વના સવાલ! હવે આ મુદ્દે થશે રિયા ચક્રવર્તીની તપાસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સૂત્રો પ્રમાણે ઘણા એવા સવાલ છે જેનો જવાબ રિયા ચક્રવર્તી સ્પષ્ટ રીતે આપી શકી નથી. 

EDની સામે આવ્યા 5 મહત્વના સવાલ! હવે આ મુદ્દે થશે રિયા ચક્રવર્તીની તપાસ

મુંબઈઃ ED આ સમયે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના આવકના સ્ત્રોતની તપાસ કરી રહી છે, જેનો હવાલો આપીને રિયા ચક્રવર્તીએ પાછલા વર્ષોમાં પોતાનું રોકાણ કર્યું છે. ઈડીના સૂત્રો પ્રમાણે ઘણા સવાલ છે, જેનો જવાબ રિયા સ્પષ્ટ રીતે આપી શકી નથી. 

1. વર્ષ  2017-18 અને 2018-19મા રિયાએ પોતાની  gross income 18 લાખની આસપાસ ગણાવી છે. 

2. જ્યારે રિયા ચક્રવર્તીની total fixed assets જ્યાં 2018 માં 96,000 હતી તો તે 2019મા વધીને 9 લાખ થઈ જાય છે. 

3. રિયા કેટલીક કંપનીઓમાં આશરે 34 લાખના રોકાણ સાથે શેર હોલ્ડર બનેલી છે, જ્યારે 2017-2018મા તેની કુલ આવક 18થી વધુ નહતી. 

4. આ શેર હોલ્ડર ફંડ ડે વર્ષ 2017-2018મા 34 લાખ હતું, 2018-18મા વધીને 42 લાખ થાય છે. આ સાથે ICICI બેન્ક અને HDFC બેન્કમાં રિયા ચક્રવર્તીની  fixed ડિપોઝિટની પણ ઈડી તપાસ કરી રહ્યું છે, જે તેની આવક કરતા વધુ છે. 

5. રિયા ચક્રવર્તીએ વર્ષ 2018મા ખાર ઈસ્ટમાં જે ફ્લેટ ખરીદ્યો છે, તેનું ડાઉન પેમેન્ટ આશરે 25 લાખ રૂપિયા આપ્યું હતું. રિયા ચક્રવર્તીનો દાવો છે કે તેણે પોતાની ફિલ્મ અને એન્ટરટેઇનમેન્ટ બિઝનેસથી આવક મેળવી છે, પરંતુ તેના કોઈ સત્તાવાર પૂરાવા આપી રહી નથી. 

તમને જણાવી દઈએ કે રિયાએ સુપ્રીમ કોર્ટમાં પટનામાં દાખલ એફઆઈઆરને મુંબઈમાં ટ્રાન્સફર કરાવવાની માગ કરી છે. આ મામલે સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે પણ ખુદને આ મામલામાં પક્ષકાર બનાવવાની માગ કરી છે. રિયાએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે બિહાર સરકાર ચૂંટણીને કારણે આ કેસમાં રસ દાખવી રહી છે જ્યારે કેસને મુંબઈની બહાર કોઈ લેવા-દેવા નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news