Guru Dutt Birthday: મોત પર પુરી થઈ વહીદા રહેમાન અને ગુરુદત્તની પ્રેમ કહાની, આજ સુધી જાણી શકાયું નથી મોતનું કારણ
લેજેન્ડ અભિનેતા ગુરુ દત્ત અને ખૂબસુરત અભિનેત્રી વહીદા રહમાનની લવસ્ટોરી તે જમાનામાં ઘણી ચર્ચામાં રહી હતી. પહેલી નજરમાં જ ગુરુ દત્ત વહીદા રહમાન પર પોતાનું દિલ દઈને બેઠા હતા. પરંતુ જ્યારે ગુરુ દત્ત વહીદાને મળ્યા હતા, ત્યારે તેઓ પહેલાથી પરિણીત હતા.
Trending Photos
નવી દિલ્હી: લેજેન્ડ અભિનેતા ગુરુ દત્ત અને ખૂબસુરત અભિનેત્રી વહીદા રહમાનની લવસ્ટોરી તે જમાનામાં ઘણી ચર્ચામાં રહી હતી. પહેલી નજરમાં જ ગુરુ દત્ત વહીદા રહમાન પર પોતાનું દિલ દઈને બેઠા હતા. પરંતુ જ્યારે ગુરુ દત્ત વહીદાને મળ્યા હતા, ત્યારે તેઓ પહેલાથી પરિણીત હતા. ગુરુદત્તના લગ્ન જાણીતી ગાયિકા અને અભિનેત્રી ગીતા દત્ત સાથે થયા હતા. લગ્નગ્રંથિમાં જોડાયા બાદ ગુરુદત્તનું જીવન બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે ગુરુ દત્તની જિંદગીમાં વહીદા રહેમાનની એન્ટ્રી થઈ હતી.
હિન્દી, તમિલ, તેલુગુ, બંગાળી અને મલયાલમ ભાષામાં વહીદા રહમાને ઘણી ફિલ્મો કરી. વહીદા તે સમયે તેલુગુ સિનેમામાં નામ કમાવી રહી હતી. એક ફિલ્મમાં તેમણે ગુરુ દત્તે જોયું અને મુંબઈ આવવાનો નિર્ણય કરી દીધો. પોતાના પ્રોડક્શનની ફિલ્મ સીઆઈડીમાં ગુરુ દત્તે વહીદાને પહેલો મોકો આપ્યો. ત્યારબાદ વર્ષ 1957માં ફિલ્મ પ્યાસામાં ગુરુ દત્ત અને વહીદાની જોડી નજરે પડી. આ ફિલ્મે હિન્દી સિનેમામાં એક નવી ક્રાંતિ લાવી દીધી.
હવે તે સમય આવી ગયો કે વહીદા વગર કોઈ ફિલ્મની કલ્પના પણ ગુરુ દત્ત કરતા નહોતા. આ વાતની જાણ તેમના મિત્ર અબરાર અલ્બીએ 10 વર્ષ વિદ ગુરુ દત્ત નામના પુસ્તકમાં કરી છે. ગુરુ દત્ત અને વહીદાના સંબંધો પર માત્ર ગીતા દત્તને જ વાંધો નહોતો, વહીદાના પરિવારજનો પણ ઈચ્છતા નહોતા કે તે ગુરુ દત્ત સાથે લગ્ન કરે. ગુરુ ગત્ત હિન્દુ હતા અને વહીદા મુસ્લિમ, એવામાં વહીદાને પણ આ સંબંધનું કોઈ ભવિષ્ય દેખાતું નહોતું. પોતાનું ઘર બચાવવા માટે 1963માં ગુરુ દત્તે વહીદાનો સાથ છોડી દીધો.
તેમના વિશે જ્યારે ગુરુ દત્તની પત્નીને ખબર પડી ત્યારે તેઓ ખુબ ગુસ્સે થયા હતા. ગુરુ દત્તની પત્ની ગીતાએ તેમની સાથે ઝઘડો કર્યો અને ગુરુ દત્તને બન્નેમાંથી કોઈ એકની પસંદગી કરવા જણાવ્યું હતું. પરંતુ ગુરુ દત્ત વહીદા રહમાન તરફ વધુ આકર્ષાતા ગયા. ત્યારબાદ ગીતા દત્ત અને ગુરુ દત્ત વચ્ચે અંતર વધતું ગયું અને તેમણે છોડીને ચાલી ગઈ હતી. આ મોકોનો ફાયદો ઉઠાવીને ગુરુ દત્ત અને વહીદા રહેમાને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું. તેમની જોડીને દર્શકોએ ખુબ પ્રેમ આપ્યો હતો.
ફિલ્મ ચૌદહવી કા ચાંદ, કાગજ કે ફૂલ જેવી ફિલ્મોમાં દર્શકોને ઓનસ્ક્રીન આ જોડીની ખુબ પ્રશંસા કરી. ગુરુદત્ત અને વહીદા સાથે સારું કામ કરી રહ્યા હતા, પરંતુ બન્નેની સામે મુશ્કલીઓની કોઈ કમી નહોતી. જોકે, ગુરુ દત્તનો આખો પરિવાર તેમના પ્રેમની વિરુદ્ધ હતો, કારણ કે વહીદા મુસ્લિમ હતી. જ્યારે પરિવારે વિરોધ કર્યો ત્યારે ગુરુ દત્તને વહીદા રહમાન સાથે અંતર વધાર્યું, આ ગમમાં ગુરુ દત્ત નશામાં ડૂબેલા લાગવા લાગ્યા હતા.
ગુરુ દત્ત પોતાના બાળકોને મળવા માંગતા હતા, પરંતુ ગીતા દત્ત તેમનાથી એટલી નારાજ રહેતી હતી કે બાળકોને પણ તેમની પાસે જવા દેતી નહોતી. ગુરુ દત્ત પોતાની પુત્રીને ખુબ પ્રેમ કરતા હતા. એવામાં તેઓ એકલાપણાના કારણે પુત્રીને યાદ કરતા રહેતા હતા. છેલ્લા સમયમાં પણ ગુરુ દત્ત બિલકુલ એકલા પડી ગયા હતા. એવામાં એક દિવસ એવો આવ્યો કે એકલાપણામાં તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. 10 ઓક્ટોબર 1964ના રોજ ગુરુ દત્તનું મૃત્યું થયું. ગુરુ દત્ત પોતાના ઘરના રૂમમાં મૃત મળ્યા હતા. તેમનું મોત કેવી રીતે થયું તે છેલ્લે સુધી ખબર પડી નહોતી. તેમનું મોત તેમના ચાહકો માટે એક રહસ્ય બનીને રહી ગયું.
ગુરુ દત્ત એકલતામાં પોતાના સહયોગિયોની સામે વારંવાર પોતાનો જીવ આપવાની વાત કરતા હતા. ગુરુ દત્ત પોતાની દોઢ વર્ષની પુત્રીને મળવા માંગતા હતા, પરંતુ ગીતા તેણે મોકલવા માટે તૈયાર નહોતી. તેમણે નશાની હાલમાં જ પોતાની પત્નીને અલ્ટીમેટમ આપ્યું, પુત્રીને મોકલો નહીં તો તમે મારું મૃત શરીર જોશો.
10 ઓક્ટોબર 1964ના રોજ બપોરના સમયે ગુરુ દત્તના મિત્ર અબરારની પાસે ફોન આવ્યો કે ગુરુ દત્તની તબિયત ખરાબ છે. જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ગુરુ દત્ત કુર્તા અને પાયજામો પહેરીને પલંગ પર સૂતેલા હતા. પલંગની બાજુમાં એક ટેબલ પર એક ગ્લાસ રાખેલો હતો, જેમાં એક ગુલાબી તરલ પદાર્થ થોડો બચેલો હતો. ત્યારે અબરારના મોઢામાંથી નીકળ્યું કે ગુરુ દત્તે પોતાની જાતને મારી નાંખી છે. લોકોએ જ્યારે તેમણે આ સવાલનો જવાબ માંગ્યો કે તમને કેવી રીતે ખબર? પરંતુ અબરારને ખબર હતી કે તેઓ અને ગુરુ દત્ત ઘણી વખત મરવાની ટેકનિક વિશે વાતો કરતા રહેતા હતા. ગુરુ દત્તના મોતનું રહસ્ય આજ સુધી ખૂલી શક્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે