આ તારીખે ઓનએર થશે The Kapil Sharma Show નો છેલ્લો એપિસોડ, શો પછી ક્યાં જોવા મળશે કપિલ શર્મા જાણો

The Kapil Sharma Show: હાલ કપિલ શર્મા શોની ચોથી સિઝન ચાલી રહી છે પરંતુ ટુંક સમયમાં જ આ સીઝન પણ પૂર્ણ થશે અને ધ કપિલ શર્મા શો ઓફ એર થઈ જશે. કપિલ શર્મા શોના ચાહકો જુલાઈ મહિનામાં આ શોનો છેલ્લો એપિસોડ જોશે. ત્યાર પછી શો ઉપર ફરી એકવાર વિરામ લાગી જશે. 

આ તારીખે ઓનએર થશે The Kapil Sharma Show નો છેલ્લો એપિસોડ, શો પછી ક્યાં જોવા મળશે કપિલ શર્મા જાણો

The Kapil Sharma Show: લોકોને પોતાની કોમેડીથી ખડખડાટ હસાવતા ટોચના કલાકારોમાંથી એક કપિલ શર્મા પણ છે. છેલ્લા ઘણા વર્ષોથી કપિલ શર્માનો કોમેડી શો ટીવી પર આવી રહ્યો છે. હાલ કપિલ શર્મા શોની ચોથી સિઝન ચાલી રહી છે પરંતુ ટુંક સમયમાં જ આ સીઝન પણ પૂર્ણ થશે અને ધ કપિલ શર્મા શો ઓફ એર થઈ જશે. કપિલ શર્મા શોના ચાહકો જુલાઈ મહિનામાં આ શોનો છેલ્લો એપિસોડ જોશે. ત્યાર પછી શો ઉપર ફરી એકવાર વિરામ લાગી જશે. જાણવા મળતી માહિતી અનુસાર કપિલ શર્મા શોના છેલ્લા એપિસોડમાં અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને શોભિતા પોતાની આગામી સિરીઝ ધ નાઇટ મેનેજરને પ્રમોટ કરવા આવશે. 

આ પણ વાંચો:

કપિલ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં જ પોતાની સહ કલાકાર અર્ચના પુરણસિંહ સાથે એક તસવીર શેર કરી હતી. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે આ સીઝનનું છેલ્લું ફોટોશૂટ. શો પૂર્ણ થવાનો છે તે વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી પરંતુ કપિલ શર્માની આ પોસ્ટના કારણે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શો હવે બંધ થવા જઈ રહ્યો છે. 

કપિલ અને અર્ચના પૂરણ સિંહની આ પોસ્ટ પરથી લગભગ નક્કી છે કે આ શો જુલાઈ મહિનામાં નવ તારીખ સુધીમાં ઓફએર થઈ જશે. આ સોનો છેલ્લો એપિસોડ 2 અથવા તો 9 તારીખે ઓન એર થશે. કપિલ શર્મા શોની ચોથી સીઝન ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ હતી. જોકે છેલ્લી ત્રણ સિઝન કરતા ચોથી સિઝન દર્શકોને મનોરંજન પૂરું પાડવામાં સફળ સાબિત થઈ. 

કપિલ શર્મા શોની ચોથી સીઝન પૂરું થવાનું કારણ પણ સામે આવી ચૂક્યું છે. આ સીઝન પૂરું કરીને કપિલ શર્મા તેની ટીમ સાથે યુએસએ જઈ રહ્યા છે. આ વખતે તે અમેરિકાના છ શહેરમાં લાઈવ પર્ફોર્મન્સ અને શો કરશે. તેનો પહેલો શો ન્યુ જર્સીમાં 15 જુલાઈએ થાય તેવું લગભગ નક્કી છે. તે પહેલા કપિલ શર્મા શોની ચોથી સીઝન પર પડદો પડી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news