Kapil Sharma ના શોના પહેલો એપિસોડ હશે ખાસ, પહેલા મહેમાનની જાણકારી થઈ ગઈ લીક

The Great Indian Kapil Show: કપિલ શર્મા શોની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે લોકોના મનમાં પણ પ્રશ્ન છે કે પહેલા એપિસોડમાં કપિલ શર્માના મહેમાન કોણ બનશે? ત્યારે કપિલ શર્મા ના શોના મહેમાન અંગેની મહત્વની જાણકારી લીક થઈ ચૂકી છે.
 

Kapil Sharma ના શોના પહેલો એપિસોડ હશે ખાસ, પહેલા મહેમાનની જાણકારી થઈ ગઈ લીક

The Great Indian Kapil Show: કપિલ શર્મા પોતાની તોફાની ટોળકી સાથે ફરી એક વખત લોકોને હસાવવા માટે આવી રહ્યો છે. જોકે આ વખતે કપિલ શર્માનો શો ટીવી પર નહીં પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ નેટફિક્સ પર સ્ટ્રીમ થશે. કપિલ શર્માનો શો નેટફિક્સ પર 30 માર્ચથી સ્ટ્રીમ થશે. આ વખતે આ શોની શરૂઆત ધમાકેદાર અને ખાસ રહેવાની છે. 

કપિલ શર્મા શોની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે લોકોના મનમાં પણ પ્રશ્ન છે કે પહેલા એપિસોડમાં કપિલ શર્માના મહેમાન કોણ બનશે? ત્યારે કપિલ શર્મા ના શોના મહેમાન અંગેની મહત્વની જાણકારી લીક થઈ ચૂકી છે. ચર્ચાઓ છે કે કપિલ શર્મા શોના પહેલા એપિસોડમાં અંગ્રેજી સિંગર જોવા મળી શકે છે. 

એક રિપોર્ટ અનુસાર કપિલ શર્માના શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ના પહેલા એપિસોડમાં બોલીવુડ સ્ટાર આમિર ખાન જોવા મળશે. કપિલ શર્માના શો સાથે જોડાયેલા નજીકના સૂત્ર એ જણાવ્યું છે કે આમીર ખાન આજ સુધી કપિલ શર્મા શોમાં ક્યારેય નથી આવ્યો આ પહેલીવાર હશે જ્યારે કપિલના શોમાં આમિર ખાન જોવા મળશે.

આમિર ખાન ઉપરાંત અંગ્રેજી સિંગર એડ શીરીન પણ કપિલ શર્માના શોમાં જોવા મળશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. એડ શીરીન હાલ ભારત ની મુલાકાતે છે ત્યારે તેની કેટલીક તસ્વીર કપિલ શર્મા સાથે પણ વાયરલ થઈ રહી છે. આ તસવીરો વાયરલ થતા ચર્ચાઓ શરૂ થઈ છે કે કપિલ શર્મા ના શોના એક એપિસોડમાં એડ શીરીન પણ જોવા મળી શકે છે. જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

મહત્વનું છે કે કપિલ શર્મા છેલ્લા ઘણા સમયથી ટીવી પર લોકોનું મનોરંજન કરે છે. જોકે આ વખતે કપિલ શર્મા લોકોને હસાવવા માટે ટીવીની જગ્યાએ ઓનલાઈન ઓટીટી પ્લેટફોર્મ નેટફિક્લ પર જોવા મળશે. કપિલ શર્માનો આ શો 30 માર્ચથી શરૂ થશે અને દર શનિવારે એક નવો એપિસોડ નેટફ્લિક્સ પર અપલોડ થશે. આ વખતના કપિલ શર્માના શોની ખાસ વાત એ પણ છે કે તેમાં સુનિલ ગ્રોવર પણ જોવા મળશે. સાથે જ કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર, અર્ચના પૂરન સિંહ અને કિકુ શારદા પણ લોકોને હસાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news