Toolsidas Junior: આ ફિલ્મની રીલિઝ પહેલા એક્ટરનું થયું નિધન, જીત્યો બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ

Toolsidas Junior: તુલસીદાસ જુનિયરે નેશનલ ફિલ્મ એવોર્ડ 2022 માં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. આ દિવંગત એક્ટર રાજીવ કપૂરની છેલ્લી ફિલ્મ છે. કપૂર ખાનદાનના જાણીતા સભ્ય રાજીવ કપૂરે લગભગ 30 વર્ષ બાદ પરદા પર વાપસી કરી હતી.

Toolsidas Junior: આ ફિલ્મની રીલિઝ પહેલા એક્ટરનું થયું નિધન, જીત્યો બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ

Toolsidas Junior: નેશનલ ફિલ્મ એવોર્ડ 2022 ના વિજેતાઓની જાહેરાત થઈ ગઈ છે. આ એવોર્ડ શોમાં અજય દેવગણની 'તાનાજી: ધ અનસંગ વોરિયર' અને સાઉથ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ સૂરારાઈ પોટ્રૂને ફિચર કેટેગરીમાં મોટી જીત મળી છે. આ ઉપરાંત વધુ એક ફિલ્મ હતી જેણે નેશનલ એવોર્ડ જીતી લોકોને ખુશ કરી દીધા છે સાથે જ ફેન્સને ચોંકાવી દીધા છે. આ ફિલ્મ છે 'તુલસીદાસ જુનિયર'.

આ ફિલ્મે જીત્યો નેશનલ એવોર્ડ
'તુલસીદાસ જુનિયર'એ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2022 માં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. આ દિવંગત એક્ટર રાજીવ કપૂરની છેલ્લી ફિલ્મ છે. કપૂર ખાનદાનના જાણીતા સભ્ય રાજીવ કપૂરે લગભગ 30 વર્ષ બાદ પરદા પર વાપસી કરી હતી. જોકે, આ ફિલ્મના રીલિઝ પહેલા તેમનું નિધન થયું. આ ફિલ્મ 21 મે 2022 ના ટીવી પર રીલિઝ થઈ હતી. તેના બે દિવસ પહેલા તેને નેટફ્લિક્સ પર રીલિઝ કરવામાં આવી હતી.

આ હતી ફિલ્મની સ્ટોરી
તુલસીદાસ જુનિયરમાં રાજીવ કપૂર સાથે ચાઈલ્ડ એક્ટર વરૂણ બુદ્ધદેવ અને એક્ટર સંજય દત્ત પણ જોવા મળી રહ્યો છે. એક્ટર દલીપ તાહિલ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હતા. ફિલ્મની સ્ટોરી એક તુલસીદાસ નામના એક સ્નૂકર પ્લેયર પર આધારીત હતી. તુલસીદાસ તેમના પુત્ર માટે સ્નૂકર રમે છે. તુલસીદાસ એક ટૂર્નામેન્ટમાં તેમના દુશ્મનથી હારી જાય છે. ત્યારબાદ તેમનો પુત્ર મૃદુલ તુલસીદાસ એટલે કે તુલસીદાસ જુનિયર આ ટૂર્નામેન્ટમાં પોતાના પિતા માટે રમે છે અને જીતે છે.

આ ફિલ્મને ડાયરેક્ટર મૃદુલ મહેન્દ્ર તુલસીદાસે બનાવી હતી. ફિલ્મની સ્ટોરી મૃદુલના જીવનની સ્ટોરી પર આધારીત હતી. તેમણે આ સ્ટોરી લખી હતી અને તેના સ્ક્રીન પ્લેને પણ તૈયાર કર્યા હતા. આશુતોષ ગોવારિકરે પણ સ્ક્રીન પ્લેમાં મૃદુલનો સાથ આપ્યો હતો. ટી-સીરિઝના પ્રોડક્શન બેનર હેઠળ આ ફિલ્મને બનાવવામાં આવી હતી.

કયા કારણથી થયું રાજીવ કપૂરનું નિધન?
તુલસીદાસ જુનિયરથી પહેલા રાજીવ કપૂરને 1990 માં આવેલી ફિલ્મ જિમ્મેદારમાં જોવામાં આવ્યા હતા. 9 ફેબ્રુઆરી 2021 ના રાજીવ કપૂરને હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થયું હતું. તેઓ ત્યારે તેમના ભાઈ રણધીર કપૂરના ઘરે હતા. તેમની ઉમર 58 વર્ષ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news