કેવી છે ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર? રિવ્યુ વાંચીને  જ ખરીદો ટિકિટ

આજે રિલીઝ થયેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર એ આ નામના પુસ્તક પર આધારિત છે
 

કેવી છે ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર? રિવ્યુ વાંચીને  જ ખરીદો ટિકિટ

મુંબઈ : આજે રિલીઝ થયેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર એ આ નામના પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ (અનુપમ ખેર) અને તેમના મીડિયા એડવાઈઝર સંજય બારુ (અક્ષય ખન્ના)ની વચ્ચેના સંબંધને ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને સત્તાધારી પક્ષ વચ્ચેના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મના મોટાભાગના હિસ્સામાં સંજય બારુને મનમોહન સિંહની મીડિયામાં ઈમેજ માટે સંઘર્ષ કરતા દેખાડવામાં આવ્યા છે. આ સિવાય  ન્યૂક્લિયર ડીલ તેમજ સોનિયા ગાંધીના એકાધિકારને પણ ફિલ્મમાં દેખાડવામાં આવ્યો

શું છે ફિલ્મમાં?
ફિલ્મમાં વડાપ્રધાન તરીકે ડોક્ટર મનમોહન સિંહની પીએમ તરીકેની બે ટર્મ દેખાડવામાં આવી છે. આમાં તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયો અને એ પાછળના રાજકીય સમીકરણોની ચર્ચા કરવામાં આવી છે. શું મનમોહન સિંહ માત્ર કઠપુતળી હતી અને તેઓ એક રાજકીય પરિવારના ઇશારે જ તમામ નિર્ણયો લેતા હતા એવા સવાલોના જવાબ શોધવામાં આવ્યો છે.

શું છે ખાસ?
ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરની ખાસ વાત એનું કાસ્ટિંગ છે. આ કલાકારોનો લુક બિલકુલ ભારતીય રાજકારણીઓ જેવો છે. ઓડિયન્સ બહુ સરળતાથી આ પાત્ર સાથે કનેક્ટ થઈ જાય છે. ડો. મનમોહન સિંહના પાત્રમાં અનુપમ ખેર હોય કે સુત્રધારના રોલમાં અક્ષયકુમાર, બધાએ પોતાના રોલને બહુ સારી રીતે ન્યાય આપ્યો છે. સોનિયા ગાંધીના રોલમાં સુઝાન બર્નાટ તેમજ ગુરુશરન કૌરના રોલમાં દિવ્યા સેઠ શાહ પર્ફેક્ટ કાસ્ટિંગ છે. આ ફિલ્મમાં મનમોહન સિંહના અજાણ્યા પાસાની પણ ઝલક જોવા મળી રહી છે. 

શું છે નબળું?
આ ફિલ્મમાં પાત્રાલેખન પર્ફેક્ટ કરવા માટે ન્યુક્લિયર ડિલ તેમજ બલુચિસ્તાન જેવા મહત્વના મુદ્દાઓની છણાવટ કરવાને બદલે એને ઉભડક સ્પર્શ કરવામાં આવ્યો છે. કેટલાક દૃશ્યોમાં અનુપમ ખેરનો લુક એકદમ કાર્ટુન જેવો લાગે છે. ફિલ્મનો ઇન્ટરવલ પછીનો હિસ્સો ધાર્યા જેટલો દમદાર નથી. ફિલ્મમાં ઉંડાણની કમી છે જે એનું સૌથી નબળું પાસું છે. 

જોવાય કે નહીં? 
ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર એક અલગ પ્રકારની ફિલ્મ છે. આવી ફિલ્મના રસિકો એને ચોક્કસ જોઈ શકશે. પર્ફેક્ટ કાસ્ટિંગ અને અક્ષય ખન્નાની એક્ટિંગ જમાવટ કરે છે. જોકે પર્ફેક્ટ ફિલ્મ જોવાની લાલચ હોય તો આ ફિલ્મ જોવાનું ટાળજો. 

રેટિંગ
5.0માંથી 2.0 સ્ટાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news