અભિનેતા Jaya Prakash Reddyનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, શોકમાં સાઉથ ઇન્ડસ્ટ્રી

તેલુગુ અભિનેતા જય પ્રકાશ રેડ્ડી (Jaya Prakash Reddy)નું મંગળવાર (08 સપ્ટેમ્બર, 2020)ના કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયુંછે. તેઓ 73 વર્ષના હતા અને તેમણે આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં તેમના નિવાસ સ્થાન પર અંતિમ શ્વાસ લીધો. અભિનેતા સુધીર બાબૂએ તેમના ટ્વિટર પેજ પર શોક સંવદેના વ્યક્ત કરતા આ સામાચારની પુષ્ટિ કરી છે. તેણે જય પ્રકાશ રેડ્ડીની એક તસવીર શેર કરી અને લખ્યું, ભયાનક સમાચાર. RIP. સર #JayaPrakashReddy.
અભિનેતા Jaya Prakash Reddyનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, શોકમાં સાઉથ ઇન્ડસ્ટ્રી

નવી દિલ્હી: તેલુગુ અભિનેતા જય પ્રકાશ રેડ્ડી (Jaya Prakash Reddy)નું મંગળવાર (08 સપ્ટેમ્બર, 2020)ના કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયુંછે. તેઓ 73 વર્ષના હતા અને તેમણે આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં તેમના નિવાસ સ્થાન પર અંતિમ શ્વાસ લીધો. અભિનેતા સુધીર બાબૂએ તેમના ટ્વિટર પેજ પર શોક સંવદેના વ્યક્ત કરતા આ સામાચારની પુષ્ટિ કરી છે. તેણે જય પ્રકાશ રેડ્ડીની એક તસવીર શેર કરી અને લખ્યું, ભયાનક સમાચાર. RIP. સર #JayaPrakashReddy.

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂએ પણ જય પ્રકાશ રેડ્ડીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વિટ કર્યું, તેલુગુ સિનેમા અને થિએટરે જય પ્રકાશ રેડ્ડીના નિધનની સાથે આજ એક રત્ન ગુમાવ્યો છે. દાયકાઓ સુધીના તેમના બહુમુખી પ્રદર્શનથી અમને ઘણી યાદગાર સિનેમેટિક ક્ષણો મળી છે. મારું હૃદય આ દુ:ખની ઘડીમાં તેમના પરિવાર અને મિત્રો સાથે છે. #JayaPrakashReddy'.

— Sudheer Babu (@isudheerbabu) September 8, 2020

જય પ્રકાશ રેડ્ડી કોમિકની સાથે સાથે ખલનાયકની ભૂમિકા નિભાવવા માટે જાણીતા હતા. તેમણે 1988માં ફિલ્મ બ્રહ્માપુત્રમાં મુખ્ય ભૂમિકા વેન્કેટેશ ભમિનીત ફિલ્મથી તેમના કરીયરની શરૂઆત કરી હતી.

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 8, 2020

રેડ્ડીએ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો, જેમના ચિત્રમ ભાલારે વિચિત્રમ, જાંબા લકી પમ્બા, પ્રેમિંચુકુંદમ રા, સમરસિમ્હા રેડ્ડી, અવનુ વલીદારુ ઇસ્તા પદરુ, પલાનીતિ બ્રહ્મનાયડુ, અમર અકબર એન્થોની, નેલા ટિકિટ, જાંબા લકી પંબાનું નામ લીધું.

— Pranitha Subhash (@pranitasubhash) September 8, 2020

જય પ્રકાશ રેડ્ડી છેલ્લી વખત 2000માં રિલીઝ થયેલી ફિલ્મ સરિલરૂ નીકેવરુમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં મહેશ બાબુએ રશ્મિકા મંદાના અને વિજયશાંતિની સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news