સલમાને જ્યારે તેડી લીધો શાહરૂખને, ZEROના ટીઝરમાં કિંગ ખાન ક્યારેય ન દેખાયો હોય એવા લુકમાં

1.21 મિનિટનું આ રસપ્રદ ટીઝર ઇદની શુભેચ્છા આપવા લોન્ચ કરવામાં આવ્યું છે

સલમાને જ્યારે તેડી લીધો શાહરૂખને, ZEROના ટીઝરમાં કિંગ ખાન ક્યારેય ન દેખાયો હોય એવા લુકમાં

નવી દિલ્હી : બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'ઝીરો' (ZERO)નું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું ટીઝર બહુ દમદાર અને રોમાંચક છે. આ ટીઝરમાં શાહરૂખે અલગ જ પ્રકારની એક્ટિંગ કરી છે અને એમાં સલમાન ખાન પણ જોવા મળ્યો છે. 1.21 મિનિટના આ ટીઝરના અંતે શાહરૂખને સલમાન તેડી લે છે. 

'ઝીરો'ના ડિરેક્ટર આનંદ એલ. રાય છે. તે આ પહેલાં 'રાંઝણા', 'તનુ વેડ્સ મનુ' અને 'તનુ વેડ્સ મનુ રિટર્ન' જેવી હિટ ફિલ્મ બનાવી ચૂક્યા છે. હવે શાહરૂખ ખાનન 'ઝીરો' 2018માં ક્રિસમસ વખતે રિલીઝ થવાની છે અને આ માટે 21 ડિસેમ્બર ફાઇનલ કરવામાં આવી છે. 

ફિલ્મના ટીઝરમાં શાહરુખ ખાન ઠીંગણી વ્યક્તિ તરીકે જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા લીડ રોલમાં છે. આ પહેલાં પણ શાહરૂખ, કેટરિના અને અનુષ્કા ફિલ્મ 'જબ તક હૈ જાન'માં સાથે દેખાઈ ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news