આયુષ્યમાન લઈને આવી રહ્યો છે જબરદસ્ત ફિલ્મ, વિવાદાસ્પદ વાર્તામાં કોમેડીનો વઘાર

2017માં રિલીઝ થયેલી આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ સાવધાને બોક્સઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં આયુષ્યમાનની સાથે ભુમિ પેડનેકર જોવા મળી હતી.

આયુષ્યમાન લઈને આવી રહ્યો છે જબરદસ્ત ફિલ્મ, વિવાદાસ્પદ વાર્તામાં કોમેડીનો વઘાર

મુંબઈ : 2017માં રિલીઝ થયેલી આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ સાવધાને બોક્સઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં આયુષ્યમાનની સાથે ભુમિ પેડનેકર જોવા મળી હતી. આ બંનેની કેમિસ્ટ્રી લોકોને બહુ પસંદ પડી હતી. હવે આ ફિલ્મની સિક્વલન વિશે સમાચાર આવી રહ્યા છે. આજે સવારે ફિલ્મના નિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરીને જાણકારી આપી છે કે આ સિક્વલ શુભ મંગલ ઝ્યાદા સાવધાન આવતા વર્ષે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને આનંદ એલ રોય પ્રોડ્યુસ કરશે અને એનું ડિરેક્શન હિતેશ કેવલયા કરી રહ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ સમલૈંગિક સંબંધો પર આધારિત હશે. આ ફિલ્મમાં આયુષ્યમાન એવા છોકરાનો રોલ કરી રહ્યો છે જેને બીજા છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. હાલમાં આ ફિલ્મનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટીઝર જોઈને જ ખ્યાલ થઈ જાય છે કે આ વિવાદાસ્પદ વાર્તામાં કોમેડીનો વઘાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે વેલેન્ટાઇન્સ ડેના દિવસે થિયેટરમાં રિલીઝ થશે. 

મૂળ ફિલ્મ શુભ મંગલ સાવધાનમાં આયુષ્યમાને શીઘ્રપતન જેવા મુદ્દા પર ખુલીને વાત કરી છે. આ ફિલ્મમાં આયુષ્યમાન અને ભુમિ સિવાય વિજેન્દ્ર કાલા અને સીમા પાહવા જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મને લગભગ 22થી 25 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી હતી અને એણે વર્લ્ડવાઇડ 64 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news