હિન્દુ મટીને મુસલમાન બનનાર એ.આર. રહેમાનની દીકરી બુરખા મામલે થઈ ટ્રોલ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ઓસ્કાર એવોર્ડ વિનર ભારતીય સંગીતકાર એ.આર રહેમાન (ar rahman)ની દીકરી ખતીજા રહેમાન (khatija rahman) બુરખા પહેરવા પર અનેકવાર ટ્રોલ કરવામાં આવી છે. હવે લેખિકા તસ્લીમા નસરીને (taslima nasreen) ટ્વિટ કરી કે, મને રહેમાનનું સંગીત બહુ જ પસંદ છે. પરંતુ મને એ જોઈને ગૂંગળામણ થાય છે કે, ભણેલી-ગણેલી મહિલાઓનું પણ કેવી રીતે બ્રેનવોશ થાય છે. ગત વર્ષે પણ રહેમાનની દીકરી બુરખો પહેરવા મામલે ટ્રોલ થઈ હતી.
Corona virusમાં મોટો ખુલાસો: ચામાચીડિયું નહિ, પણ આ વિચિત્ર પ્રાણીને કારણે ફેલાયો વાયરસ
I absolutely love A R Rahman's music. But whenever i see his dear daughter, i feel suffocated. It is really depressing to learn that even educated women in a cultural family can get brainwashed very easily! pic.twitter.com/73WoX0Q0n9
— taslima nasreen (@taslimanasreen) February 11, 2020
The precious ladies of my family Khatija ,Raheema and Sairaa with NitaAmbaniji #freedomtochoose pic.twitter.com/H2DZePYOtA
— A.R.Rahman (@arrahman) February 6, 2019
જોકે, જવાબમાં રહેમાને કહ્યું હતું કે, તેને પોતાની પસંદથી પહેરવેશ પસંદ કરવાનો અધિકાર છે. બે ઓસ્કાર પુરસ્કારોથી સન્માનિત પોતાના પિતા રહેમાનની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ના સંગીતના દસ વર્ષ પૂરા થવાના પ્રસંગે રહેમાનની દીકરી ખતીજા સાડી અને નકાબ પહેરીને નજર આવી હતી. જેના પર સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રીયા આપવામાં આવી હતી. ખતીજાએ આ સમારોહ દરમિયાન પોતાના પિતાના વખાણ કરતા કહ્યું હતું કે, ઓસ્કાર એવોર્ડ મળ્યા બાદ પણ તેઓ બદલાયા નથી.
51 વર્ષીય એ.આર રહેમાને એક તસવીર શેર કરી હતી, જેમાં તેની પત્ની અને દીકરી રહીમા બિના નકાબ પહેરેલ દેખાઈ રહી છે. જ્યારે કે ખતીજાનો ચહેરો બુરખાથી ઢંકાયેલ છે. ખતીજાએ આ વિશે ફેસબુક પર લખ્યું કે, હું જણાવવા માંગુ છું કે, જે કપડા હું પહેરુ છું તેના નિર્ણયો હું લઉ છું. તેનું મારા માતાપિતા સાથે કોઈ લેવાદેવા નથી. નકાબ પહેરવું મારી જિંદગીનો અંગત નિર્ણય છે. હું વયસ્ક છું અને મારી જિંદગીના નિર્ણયો જાતે લેવામાં જાણું છું. ખતીજાએ પોતાની પોસ્ટમાં તેણે લખ્યું કે, મને નથી ખબર કે મારા પિતાની સાથે સ્ટેજ પર બુરખો પહેરીને નજર આવવા પર આવી પ્રતિક્રીયાઓ આવશે. પંરતુ હું કહેવા માગું છું કે મારા પર બુરખો પહેરવા મામલે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. તેથી મારા પિતાને લઈને આવું કહેવું ડબર માપદંડ રાખે છે, તે ખોટું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે