Taarak Mehtaના જેઠાલાલનું અંગ્રેજી સાંભળીને હલી જશે તમારું મગજ, દરેક શબ્દોની ઐસી કી તૈસી!

જેઠાલાલના પ્રશંસકો તેમની દરેક હિલચાલના દિવાના છે. શોમાં એવું બતાવવામાં આવ્યું છે કે જેઠાલાલની નસ નસમાં ધંધો છે, પરંતુ જ્યારે અંગ્રેજીની વાત આવે છે ત્યારે આ બાબતમાં તેમનો હાથ થોડો કડક લાગે છે.

Taarak Mehtaના જેઠાલાલનું અંગ્રેજી સાંભળીને હલી જશે તમારું મગજ, દરેક શબ્દોની ઐસી કી તૈસી!

નવી દિલ્હીઃ ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ને લોકો ઘણો પ્રેમ આપે છે. આ શોનું દરેકે દરેકે પાત્ર લોકોના મનમાં ઘર કરી ગયું છે. ખાસ કરીને જેઠાલાલના પ્રશંસકો તેમની દરેક હિલચાલના દિવાના છે. શોમાં એવું બતાવવામાં આવ્યું છે કે જેઠાલાલની નસ નસમાં ધંધો છે, પરંતુ જ્યારે અંગ્રેજીની વાત આવે છે ત્યારે આ બાબતમાં તેમનો હાથ થોડો કડક લાગે છે.

જેઠાલાલની અંગ્રેજી
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જેઠાલાલ (Jethalal)ની અંગ્રેજી પર ઉંડું શોધખોળ કર્યા પછી અમુક ક્લિપ્સ શોધવામાં આવ્યા છે. આ વીડિયોને જોયા પછી તમારો દિવસ સૌ ટકા બની જશે. જેઠાલાલ જેટલા આત્મવિશ્વાસથી ખોટું અંગ્રેજી બોલે છે, તેટલો આત્મવિશ્વાસ સાચા અંગ્રેજી બોલનારમાં પણ નથી હોતો. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ રહ્યો છે.

દિલીપ જોશી નિભાવે છે જેઠાલાલની ભૂમિકા
જેઠાલાલ આ શોમાં છેલ્લાં 13 વર્ષથી કામ કરે છે અને આ ભૂમિકાને નિભાવી રહ્યા છે દિલીપ જોશી (Dilip Joshi). જેમ કે જેઠાલાલ દિલીપ જોશીએ આ શોમાં ઉત્તમ અભિનય રજૂ કર્યો છે. લોકો તેમની કોમિક ટાઈમિંગને ખૂબ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા SAB ટીવી પર સૌથી વધુ જોવાયેલ પ્રોગ્રામ છે. આ કહાની તારક મહેતાની 'દુનિયા ને ઉંધા ચશ્મા' પર આધારિત છે, જેમણે ગુજરાતી સાપ્તાહિક અખબાર ચિત્રલેખા માટે લખ્યું હતું.

શું છે તારક મહેતાની કહાની
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની કહાની મુંબઈની ગોકુલધામ સોસાયટીની છે, જ્યાં વિવિધ સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાના લોકો એકબીજા સાથે ખુશીથી રહે છે. સિરિયલમાં માનવતા પર ભાર મૂકવામાં આવ્યું છે. જેઠાલાલ ચંપકલાલ ગડા (દિલીપ જોષી) એક વેપારી છે જે ખૂબ મોડેથી જાગે છે અને જલેબી ફાફડાને પસંદ કરે છે. પરંતુ બધા લોકો તેને પરેશાન કરતા રહે છે અને તે ઘણીવાર કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news