હોળી પર ગોકુલધામમાં હંગામો! જેઠાલાલ પર બબીતાજી ગુસ્સામાં લાલપીળી થઈ, સુંદર સમજીને અય્યરના કર્યા એવા હાલ કે...

હોળીના તહેવાર પર એકવાર ફરીથી જેઠાલાલે પોતાના માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. હાલમાં સોશિયલ મીડિયા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જેઠાલાલ પોતાનો સાળો સુંદરને પાઠ ભણાવવા માટે એક પ્લાન બનાવે છે.

હોળી પર ગોકુલધામમાં હંગામો! જેઠાલાલ પર બબીતાજી ગુસ્સામાં લાલપીળી થઈ, સુંદર સમજીને અય્યરના કર્યા એવા હાલ કે...

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો શો ભાગ્યે જ કોઈ ઘરમાં લોકપ્રિય નહીં હોય. આજે ભારતના દરેક ઘરોમાં આ શોએ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હોળીને તહેવાર ખુબ મસ્તી અને ધમાલ સાથે મનાવવામાં આવી રહ્યો છે. જેઠાલાલ અને બબીતાજી વચ્ચેની કેમેસ્ટ્રી જગજાહેર છે. જેઠાલાલ આખું વર્ષ બબીતાજી સંગ હોળી રમવાની રાહ જોતા બેઠા હોય છે. હોળી પર જેઠાલાલ કોઈ ધમાલ ના મચાવે એવું બની શકે જ નહીં.

હોળીના તહેવાર પર એકવાર ફરીથી જેઠાલાલે પોતાના માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. હાલમાં સોશિયલ મીડિયા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જેઠાલાલ પોતાનો સાળો સુંદરને પાઠ ભણાવવા માટે એક પ્લાન બનાવે છે.

હોળી સેલિબ્રેશન વચ્ચે જેઠાલાલ ગોળીથી પાક્કો કલર સુંદરલાલને લગાવવા માટે મંગાવે છે. જ્યારે બીજી બાજુ સુંદર અય્યર સાથે વાત કરી રહ્યો હોય છે. અય્યર જણાવે છે કે તેમને એક આંતરરાષ્ટ્રીય સાઈન્ટિસ્ટ્સની કોન્ફરન્સમાં જવાનું છે, એટલા માટે તે રંગ લગાવશે નહીં. પરંતુ હોળીના તહેવાર પર રંગથી બચવું અય્યર માટે મુશ્કેલ થઈ રહ્યું હોય છે, ત્યારે સુંદર અય્યરને પોતાની ટોપી આપી દે છે. અય્યર પણ પોતાની મસ્તીમાં કોઈ અન્ય સાથે વાત કરવા માંડે છે.

જેઠાલાલના દિમાગમાં ખુરાફત ચાલી રહી હોય છે કે તેઓ કોઈ પણ રીતે સુંદર લાલને પાક્કા રંગથી રંગવાનો છે. તે હાથમાં રંગ લગાવીને સુંદરને રંગવા માટે નીકળી પડે છે. ત્યારે મોટી ગડબડ થઈ જાય છે. જેઠાલાલ જેણે સુંદર સમજી રહ્યા હોય છે, તે તો અય્યર હોય છે. જેઠાલાલ ત્યાં પહોંચીને ખરાબ રીતે અય્યરને પાક્કો રંગ લગાવી દે છે. 

જ્યા સુધી જેઠાલાલને પોતાની ભૂલનો અહેસાસ થાય છે, ત્યાં સુધી ખુબ મોડું થઈ ગયું હોય છે. જેઠાલાલ અય્યરની સામે હાથ જોડીને ઉભા રહી જાય છે પરંતુ અય્યરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. બબીતાજી પણ જેઠાલાલની આ હરકતના કારણે ખુબ જ નારાજ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news