સર્જરી બાદ બરબાદ થયો કન્નડ અભિનેત્રી સ્વાતિનો ચહેરો, કહ્યું- ઘરમાંથી બહાર નિકળવું મુશ્કેલ
કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશનો ચહેરો એક રૂટ કેનાલ સર્જરી બાદ ખરાબ થઈ ગયો છે. અભિનેત્રીએ એક ખાનગી ક્લિનિકમાં દાંતની સર્જરી કરાવી હતી. પરંતુ ત્યારબાદ તેનો ચહેરો સોજી ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ એક ફિલ્મ સ્ટાર માટે ચહેરાનું ખુબ મહત્વ હોય છે. તેના લ્ગેમર અને ચહેરાની સુંદરતાને જોઈને જ દર્શક એક્ટર તરફ આકર્ષિત થાય છે. પરંતુ જો ચહેરાને કંઈ થઈ જાય તો તેની જિંદગી પર મોટી અસર પડવી સ્વાભાવિક છે. આપણે બધાએ ઘણા એક્ટર દ્વારા પ્લાસ્ટિક સર્જરીથી ચહેરો બદલાવવા અને વધુ સુંદર બનાવવાના ચક્કરમાં ખરાબ થવાની વાત તો સાંભળી હશે. પરંતુ કન્નડ અભિનેત્રી સ્વાતી સતીશની સાથે તો કંઈક અલગ થયું છે.
સર્જરી બાદ બગડી ગયો અભિનેત્રીનો ચહેરો
ઘણીવાર જોવા મળ્યું છે કે ફિલ્મી સેલેબ્સે પોતાની ખોટી સર્જરી કરાવવાનું પરિણામ ભોગવવું પડ્યું છે. હવે સમાચાર આવ્યા છે કે કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશનો ચહેરો એક રૂટ કેનાલ સર્જરીને કારણે બગડી ગયો છે. અભિનેત્રી સ્વાતિએ એક ખાનગી ક્લિનિકમાં પોતાના દાંતની રૂટ કેનાલ સર્જરી કરાવી હતી, ત્યારબાદ તેનો ચહેરો ખરાબ રીતે સોજી ગયો. ડોક્ટરોનું કહેવું હતું કે આ સોજો થોડી કલાકોમાં ઠીક થઈ જશે, પરંતુ 20 દિવસ બાદ પણ ચહેરો એવો જ છે. તેના કારણે અભિનેત્રીને ઓળખવી પણ મુશ્કેલ બને છે.
સ્વાતિ સતીશના ખરાબ ચહેરાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેના ચહેરાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે તે ફોટો જોઈને લાગી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે સ્વાતિને એનેસથેસિયાની જગ્યાએ ડોક્ટરોએ સૈલિસીક્લિક એસિડ આપ્યું હતું. એક કન્નડ ન્યૂઝ ચેનલ પ્રમાણે સ્વાતિ સતીશે ક્લિનિક પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે ડોક્ટરોએ તેને ટ્રીટમેન્ટને લઈને ખોટી જાણકારી આપી હતી અને હવે તે ક્લિનિક વિરુદ્ધ કાયદાકીય પગલા ભરવાની છે.
સ્વાતિ સતીશનું કહેવું છે કે તેના કારણે ફિલ્મી કરિયર અસર પડી છે. તેની ફિલ્મ રિલીઝ થવાની છે. પરંતુ તે આ સ્થિતિમાં ઘરથી બહાર નિકળી પબ્લિક વચ્ચે જઈ શકતી નથી અને ન ફિલ્મનું પ્રમોશન કરી શકે છે. જાણવા મળ્યું કે તે પોતાના સોજેલા ચહેરાની સારવાર બીજા ક્લિનિકમાં કરાવી રહી છે.
નોંધનીય છે કે થોડા સમય પહેલા કન્નડ અભિનેત્રી ચેતના રાજે પોતાની ફેટ રિમૂવલ સર્જરી દરમિયાન બેદરકારીને લીધે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જાણવા મળ્યું હતું કે ચેતના પરિવારને જાણ કર્યા વગર સર્જરી માટે પહોંચી હતી. ત્યારબાદ તેને સમસ્યા થવા લાગી અને તેનું મોત થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે