સુષ્મિતા સેને ખરીદી કરોડોની કિંમતની લક્ઝુરિયસ કાર, જુઓ તસવીરો

Sushmita Sen new car: સુષ્મિતા સેનની જિંદગીમાં ખુશીનો પ્રસંગ છે અને તે ફેન્સ સાથે શેર કેમ ના કરે. આથી તે જ્યારે પોતાના ઘરમાં નવી ગાડી લાવી તો ફેન્સ સાથે શેર કર્યા રહી ન શકી. સુષ્મિતા સેને કારનો વીડિયો શેર કરતાં ફેન્સ સાથે નવી ગાડીની ઝલક શેર કરી છે.

સુષ્મિતા સેને ખરીદી કરોડોની કિંમતની લક્ઝુરિયસ કાર, જુઓ તસવીરો

મુંબઈ: પૂ્ર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુષ્મિતા સેન લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવા માટે જાણીતી છે. સુષ્મિતા સેનના ચાહનારા લોકોને ખ્યાલ છે કે તેને મોંઘી ગાડીનો શોખ છે. નવા વર્ષની શરૂઆત પર સુષ્મિતા સેને પોતાને એક નવી ગાડીની ભેટ આપી છે. સાંભળ્યા પછી એક્સાઈટેડ થઈ ગયા ને. ચાલો જાણે અભિનેત્રીની નવી કાર પણ જોઈ લઈએ.

સુષ્મિતા સેને પોતાને આપી મોંધી ગિફ્ટ: સુષ્મિતા સેનની જિંદગીમાં ખુશીનો પ્રસંગ છે અને તે ફેન્સ સાથે શેર કેમ ના કરે. આથી તે જ્યારે પોતાના ઘરમાં નવી ગાડી લાવી તો ફેન્સ સાથે શેર કર્યા રહી ન શકી. સુષ્મિતા સેને કારનો વીડિયો શેર કરતાં ફેન્સ સાથે નવી ગાડીની ઝલક શેર કરી છે. સુષ્મિતા સેનના કાર કલેક્શનમાં Mercedes AMG GLE 53 Coupleને સામેલ કરી છે. આ મોંધી ભેટ તેણે પોતાની જાતને આપી છે. Mercedes AMG GLE 53 Coupleની કિંમત 2 કરોડ રૂપિયાથી વધારે છે.

શનિવારનો દિવસ સુષ્મિતા માટે યાદગાર બન્યો:
કારનો વીડિયો શેર કરતાં સુષ્મિતા સેને લખ્યું કે જે મહિલા ડ્રાઈવિંગ કરવાનું પસંદ કરે છે. તે પોતાને આ શક્તિશાળી સુંદર ભેટ આપે છે. વીડિયોમાં સુષ્મિતા ફેન્સને પોતાની નવીનકોર Mercedes AMG GLE 53 Coupleની ઝલક બતાવે છે. કમાલની વાત એ છે કે સુષ્મિતા સેન બ્લેક કલરની ગાડી લેતાં સમયે બ્લેક કલરના આઉટફીટ સાથે જોવા મળી હતી. સુષ્મિતા સેનના ચહેરાની ખુશી બતાવી રહી હતી કે શનિવારનો દિવસ તેની જિંદગી માટે એક યાદગાર દિવસ બની ગયો છે.

ભાઈ-ભાભીએ શુભકામના આપી:
સુષ્મિતા સેને જ્યારે લક્ઝરી કાર ખરીદવાના સમાચાર આપ્યા. તરત જ ભાભી ચારુ અસોપા અને ભાઈ રાજીવ સેને કોમેન્ટ કરને તેને શુભેચ્છા આપી. સુષ્મિતા સેનના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. સુષ્મિતા સેન તે અભિનેત્રીઓમાંથી છે જે હંમેશાથી પોતાનો મત ખુલીને રાખે છે. સુષ્મિતાની તે પોસ્ટ લોકો માટે મોટો જવાબ છે, જે કાલ સુધી તેને ગોલ્ડ ડિગર કરી રહ્યા હતા. અભિનેત્રીના કામની વાત કરીએ તો સુષ્મિતા સેન આર્યા-3ના શૂટિંગમાં વ્યસ્ત છે. આર્યા અને આર્યા-2 પછી સુષ્મિતા ટૂંક સમયમાં આર્યા-3માં જોવા મળવાની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news