પોલીસે નોંધ્યું અંકિતા લોખંડેનું નિવેદન, સુશાંતના બેંક એકાઉન્ટની કરી તપાસ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા કેસમાં તપાસ માટે પહોંચેલી બિહાર પોલીસ (Bihar Police)ના દળે ગુરૂવારે (30 જુલાઇ)ને રાજપૂતના નાણાકીય લેણદેણ અને બેંક એકાઉન્ટ વિવરણની તપાસની પ્રક્રિયા શરૂ કરી દીધી.

પોલીસે નોંધ્યું અંકિતા લોખંડેનું નિવેદન, સુશાંતના બેંક એકાઉન્ટની કરી તપાસ

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા કેસમાં તપાસ માટે પહોંચેલી બિહાર પોલીસ (Bihar Police)ના દળે ગુરૂવારે (30 જુલાઇ)ને રાજપૂતના નાણાકીય લેણદેણ અને બેંક એકાઉન્ટ વિવરણની તપાસની પ્રક્રિયા શરૂ કરી દીધી.

અભિનેતાના કેસને લઇને ગુરૂવારે અભિનેત્રી અંકિતા લોખંડે સાથે પૂછપરછ કરી. લગભગ 1 કલાકની પૂછરપછ બાદ બિહાર પોલીસના બે સભ્યો અંકિતા લોખંડેના ઘરેથી નિકળ્યા. તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ કેસમાં અંકિતા એક મહત્વપૂર્ણ કડી હતી. બિહાર પોલીસે અંકિતા લોખંડેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું. હવે જોવાનું એ હશે કે સુશાંત સિંહ કેસમાં અંકિતાના સ્ટેટમેન્ટથી કયા નવા તથ્યો સામે આવે છે.

તો બીજે તરફ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચના એક અધિકારીએ કહ્યું કે બુધવારે (29 જુલાઇ)ના રોજ અહીં પહોંચી બિહાર પોલીસની ટુકડી રાજપૂતની મિત્ર અભિનેત્રી રિયા ચક્રવતી (Rhea Chakrabatry)ના ઘર સહિત અનેક જગ્યા પર ગયા, પરંતુ રિયા પોતાના ઘરે ન મળી. રિયા વિરૂદ્ધ પટનામાં એક પ્રાથમિકી નોંધવામાં આવી જેમાં તેના પર રાજપૂતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. 

અધિકારીના અનુસાર બિહાર પોલીસે સુશાંત સિંહ રાજપૂતના નાણાકીય લેણદેણની તપાસ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે આ પ્રક્રિયા હેઠળ ચાર સભ્યોની ટુકડી બાંદ્રા સ્થિત એક બેંક પણ પહોંચી જ્યાં સુશાંતનું એકાઉન્ટ હતું. તેમણે કહ્યું કે બિહાર પોલીસ અધિકારી હજુ સુધી મુંબઇ પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા પુરાવા અને નોંધેલા નિવેદનોને જોઇ રહી છે. 

સુશાંત સિંહ રાજપૂતનાપિતા કૃષ્ણ કુમાર સિંહ (78)એ મંગળવારે રિયા ચક્રવતી અને છ અન્ય વિરૂદ્ધ પટનામાં એક ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ બિહાર પોલીસના ચાર સભ્યોની ટુકડી બુધવારે મુંબઇ ક્રાઇમ બ્રાંચ પહોંચી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news