સુશાંત કેસ: ઓફિસરને ક્વોરન્ટાઈન કરવા મુદ્દે SCએ મુંબઈ પોલીસ-મહારાષ્ટ્ર સરકારને લગાવી ફટકાર 

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસને લઈને બે રાજ્યોની પોલીસ જે રીતે આમને સામને છે તેને લઈને સુપ્રીમ કોર્ટે આજે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવી છે. નોંધનીય છે કે સુશાંત કેસની તપાસ કરવા માટે બિહારથી મુંબઈ આવેલા પટણાના સિટી એસપી વિનય તિવારીને બીએમસી અધિકારીઓએ જબરદસ્તીથી ક્વોરન્ટાઈન કરી લીધા છે. ત્યારબાદ બિહારથી સુશાંત કેસની તપાસ કરવા આવેલા 4 સભ્યોની ટીમ ક્વોરન્ટાઈન થવાના ડરથી મુંબઈમાં છૂપાયેલી છે જેને લીધે બિહાર પોલીસની તપાસ અટકી છે. 

સુશાંત કેસ: ઓફિસરને ક્વોરન્ટાઈન કરવા મુદ્દે SCએ મુંબઈ પોલીસ-મહારાષ્ટ્ર સરકારને લગાવી ફટકાર 

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસને લઈને બે રાજ્યોની પોલીસ જે રીતે આમને સામને છે તેને લઈને સુપ્રીમ કોર્ટે આજે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવી છે. નોંધનીય છે કે સુશાંત કેસની તપાસ કરવા માટે બિહારથી મુંબઈ આવેલા પટણાના સિટી એસપી વિનય તિવારીને બીએમસી અધિકારીઓએ જબરદસ્તીથી ક્વોરન્ટાઈન કરી લીધા છે. ત્યારબાદ બિહારથી સુશાંત કેસની તપાસ કરવા આવેલા 4 સભ્યોની ટીમ ક્વોરન્ટાઈન થવાના ડરથી મુંબઈમાં છૂપાયેલી છે જેને લીધે બિહાર પોલીસની તપાસ અટકી છે. 

બુધવારે રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન બિહારની તપાસ ટીમના ઓફિસરને ક્વોરન્ટાઈન કરવાનો મુદ્દો પણ ઉઠ્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે તપાસ અધિકારીને ક્વોરન્ટાઈન કરવાથી યોગ્ય મેસેજ નથી જતો. સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે બિહારના આઈપીએસ ઓફિસરની સાથે ખરાબ વર્તાવ કરવાથી ખોટો સંદેશ જાય છે. તે પણ ત્યારે જ્યારે કેસમાં મીડિયાને રસ હોય. મહારાષ્ટ્ર સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે બધુ પ્રોફેશનલ ઢબે થાય. 

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરીને કોર્ટને સંતુષ્ટ કરે કે આ મામલે તેમણે પ્રોફેશનલ કામ કર્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકરાને આ કેસ સંબંધિત તમામ પુરાવાઓ સુરક્ષિત રાખવાનું પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈ તપાસને લઈને મહારાષ્ટ્ર સરકાર જવાબ આપે. અમે નક્કી કરીશું કે આ કેસની તપાસ કોણ કરશે. 

અત્રે જણાવવાનું કે હવે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈ કરશે એમ કેન્દ્રએ જણાવ્યું છે. કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે તપાસ સીબીઆઈ પાસે તપાસ કરાવવાની બિહાર સરકારની ભલામણને કેન્દ્રએ સ્વીકારી લીધી છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ સુશાંતના ફેન્સ અને હસ્તીઓએ સીબીઆઈ તપાસની માગણી કરી હતી. શરૂઆતથી જ મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉઠી રહ્યાં હતાં.  આખરે આ મામલો સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news