Sunny Deol: 'ગદર 2' સ્ટાર સની દેઓલના બંગલાની હરાજી નહીં થાય, બેંકે ઓક્શનની નોટિસ પાછી ખેંચી

સની દેઓલના જૂહુ સ્થિત બંગલાની હરાજીને લઈને એક મોટા અપડેટ સામે આવ્યા છે. બેંક ઓફ બરોડાએ ઈ ઓક્શનની નોટિસ પાછી લઈ લીધી છે. જેનું કારણ ટેક્નિકલ ગણાવવામાં આવ્યું છે.

Sunny Deol: 'ગદર 2' સ્ટાર સની દેઓલના બંગલાની હરાજી નહીં થાય, બેંકે ઓક્શનની નોટિસ પાછી ખેંચી

સની દેઓલના જૂહુ સ્થિત બંગલાની હરાજીને લઈને એક મોટા અપડેટ સામે આવ્યા છે. બેંક ઓફ બરોડાએ ઈ ઓક્શનની નોટિસ પાછી લઈ લીધી છે. જેનું કારણ ટેક્નિકલ ગણાવવામાં આવ્યું છે. રવિવારે એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે અભિનેતાએ બેંક પાસેથી મોટી રકમ લોન તરીકે લીધી હતી અને તેમણે 56 કરોડની ચૂકવણી કરી નહતી. 

શું હતો મામલો?
શનિવારે બેંક ઓફ બરોડાએ સની દેઓલના બંગાલાની હરાજી માટે એક નોટિસ બહાર પાડી હતી. સનીએ બેંક પાસેથી મોટી રકમ લોન તરીકે લીધી હતી. આ લોન માટે તેમણે મુંબઈના જૂહુ સ્થિત સની વિલાને મોર્ગેજ મૂક્યો હતો. તેના બદલામાં બેંકને તેમણે લગભગ 56 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આ લોન અને તેના પર લાગેલા વ્યાજની વસૂલાત માટે બેંકે અભિનેતાની પ્રોપર્ટીની હરાજી કરવાનું નક્કી કર્યું. જાહેરાત મુજબ સની વિલાની હરાજી 25 સપ્ટેમ્બરે થવાની હતી. ઓક્શન માટે બેંક તરફથી પ્રોપર્ટીની કિંમત 51.43 કરોડ રાખવામાં આવી હતી. 

સની દેઓલ તરફથી ઓક્શનની નોટિસના સમાચારને કન્ફર્મ પણ કરાયા હતા. જો કે તેમના તરફથી કહેવાયું કે નોટિસમાં મેન્શન કરાયેલી અમાઉન્ટ સાચી નથી. એ પણ જણાવવામાં આવ્યું કે સની દેઓલ 1-2 દિવસમાં તમામ રકમ ચૂકવી દેશે. 

ગદર 3ની બંપર સફળતા
અત્રે જણાવવાનું કે સની દેઓલની ફિલ્મ ગદર 2 બોક્સ ઓફિસ પર ગદર મચાવી રહી છે. ફિલ્મની 10માં દિવસે પણ તાબડતોડ  કમાણી ચાલુ છે. ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ સનીની ફિલ્મ તોફાની કલેક્શન કરી રહી છે. ગદર 2 ફિલ્મે 10 દિવસમાં 375 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. બહુ જલદી આ ફિલ્મ 400 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે એવું લાગે છે. સનીની 400 કરોડી આ પહેલી ફિલ્મ છે. તારા સિંહને 22 વર્ષ બાદ દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news