ફરી આવી રહ્યો છે કપિલ શર્માનો શો, પણ....

 લાંબા સમયથી રાહ જોયા બાદ કપિલ શર્મા ફરીથી ટીવી સ્ક્રીન પર વાપસી કરવા માટે તૈયાર છે. કપિલની આ વાપસીનો તેના ચાહકો આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે. પરંતુ આ શોની આતુરતા થવાનું સૌથી મોટું કારણ એ પણ છે કે, સાંભળવામાં આવ્યું છે કે, આ સીઝનમાં કપિલ અને સુનીલ ગ્રોવરની જોડી ફરીથી એકસાથે આવવાની છે. કપિલ શર્મા શો-2ને લઈને મળેલી એક નવી માહિતી અનુસાર, હાલ ગુત્થી અને બિટ્ટુને સાથે જોવા માટે ચાહકોને લાંબી રાહ જોવી પડશે.

ફરી આવી રહ્યો છે કપિલ શર્માનો શો, પણ....

નવી દિલ્હી : લાંબા સમયથી રાહ જોયા બાદ કપિલ શર્મા ફરીથી ટીવી સ્ક્રીન પર વાપસી કરવા માટે તૈયાર છે. કપિલની આ વાપસીનો તેના ચાહકો આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે. પરંતુ આ શોની આતુરતા થવાનું સૌથી મોટું કારણ એ પણ છે કે, સાંભળવામાં આવ્યું છે કે, આ સીઝનમાં કપિલ અને સુનીલ ગ્રોવરની જોડી ફરીથી એકસાથે આવવાની છે. કપિલ શર્મા શો-2ને લઈને મળેલી એક નવી માહિતી અનુસાર, હાલ ગુત્થી અને બિટ્ટુને સાથે જોવા માટે ચાહકોને લાંબી રાહ જોવી પડશે.

કિકુએ કહ્યું, હાલ તો નહિ
આ શોનો મુખ્ય હિસ્સો રહેલ કોમેડિયન કિકુ શારદાની માનીએ તો કપિલ શર્મા શો-2માં આ જોડી નજર નહિ આવે. આપણા સહયોગી વેબસાઈટ ડીએનએના અનુસાર, કિકુએ પોતાની વેબ સીરિઝ બેબી કમ ઓનની પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે મીડિયા સાથે વાતચીત કરી હતી. જ્યારે કિકુને પૂછવામાં આવ્યું કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર આ વખતે સાથે નજરે આવશે ને? તો અભિનેતાએ કહ્યું કે, હાલ તો નહિ. 

कपिल शर्मा ने पुराने साथी सुनील ग्रोवर को ट्विटर पर दी बधाई, मिला ये जवाब

હશે નવા કલાકાર
કિકુએ કહ્યું કે, તેઓ જલ્દી જ શો માટે શુટિંગ શરૂ કરશે. કિકુએ એમ પણ કહ્યું કે, આ વખતે શોમાં અનેક જૂના પાત્રો હશે, તો કેટલાક નવા પાત્રોનો તડકો પણ શોને મજેદાર બનાવશે.

ઉલ્લેખનીય છે કે, શો લોન્ચ થવાના સમાચારથી જ કપિલ શર્માએ સુનીલ ગ્રોવરના શોમાં હોવાની વાત મીડિયાને કહી હતી. કપિલે ન તો કન્ફર્મ કર્યું છે, પરંતુ હિન્ટ તો આપી હતી કે, તેમના અને સુનીલ વચ્ચે વાતચીત થઈ ગઈ છે અને તેઓ જલ્દી જ શોમાં પરત ફરી રહ્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news