સુનીલ શેટ્ટી હવે બનશે 'પહલવાન'ના કોચ, રિલીઝ થયો ફિલ્મનો FIRST LOOK

સુનીલના ચાહકોને બેવડી ખુશી આપતા ફિલ્મનું ટાઇટલ ગીત 'જય હો પહલવાન' પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતમાં તે કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપની સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. 
 
સુનીલ શેટ્ટી હવે બનશે 'પહલવાન'ના કોચ, રિલીઝ થયો ફિલ્મનો FIRST LOOK

નવી દિલ્હીઃ બોલીવુડ એક્શન હીરો સુનીલ શેટ્ટી 90ના દાયકાના હિટ હિરોમાંથી એક રહ્યાં છે. અન્નાના નામથી ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતો સુનીલ આજે પણ ફિટ અને એક્ટિવ છે. સુનીલ સાઉથની અપકમિંગ ફિલ્મ 'પહલવાન'થી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. ફિલ્મ વિશે સુનીલ શેટ્ટીનું કહેવું છે કે, તેને આ કન્નડ એક્શન ડ્રામામાં પોતાનો લુક ખુબ પસંદ છે. રેસલિંગના કોચના રૂપમાં સુનીલનો લુક મંગળવારે શેર કરવામાં આવ્યો હતો, જેમાં અભિનેતા દેસી વેશભૂષામાં દબંગ અવતારમાં જોવા મળી રહ્યો છે. 

સુનીલના ચાહકોને બેવડી ખુશી આપતા ફિલ્મનું ટાઇટલ ગીત 'જય હો પહલવાન' પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતમાં તે કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપની સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. 

— taran adarsh (@taran_adarsh) July 30, 2019

સુનીલે કહ્યું કે, મને મારો આ લુક ખુબ પસંદ છે. આ જનતા વચ્ચે પરત જતા અને જનતાની રમત વિશે છે, જે કુશ્તી છે. અભિનેતાએ કહ્યું કે, તે આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે, કારણ કે આ તેની પ્રથમ કન્નડ ફિલ્મ છે. ફિલ્મ હિન્દી, તેલુગૂ, તમિલ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. આ ફિલ્મ 12 સપ્ટેમ્બરે 2500 સ્ક્રીન્સ પર રિલીઝ થાય તેવી આશા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news