મુંબઈ ઈન્ડિયન્સથી દિલ્હી પહોંચ્યો માર્કંડેય, MIએ રદરફોર્ડને કર્યો સામેલ
મુંબઈ ઈન્ડિયન્સ ટીમે દિલ્હી કેપિટલ્સ ટીમની સાથે ટ્રાન્સફર સંબંધિત કરાર કરતા સ્પિન બોલર મયંક માર્કંડેટને મુક્ત કરી દીધો છે અને તેના સ્થાને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શેરફેન રદરફોર્ડને સામેલ કરી લીધો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમે દિલ્હી કેપિટલ્સ ટીમની સાથે ટ્રાન્સફર સંબંધિત કરાર કરતા સ્પિન બોલર મયંક માર્કંડેટને મુક્ત કરી દીધો છે અને તેના સ્થાને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શેરફેન રદરફોર્ડને સામેલ કરી લીધો છે.
આ પગલા પર મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ કહ્યું, 'અમે મયંકને ભવિષ્ય માટે શુભકામનાઓ આપીએ છીએ. મયંક એક શાનદાર પ્રતિભા છે. અમે ભાગ્યશાળી છીએ કે અમે તેને યુવા અવસ્થામાં ઓળખવામાં અને તૈયાર કરવામાં સફળ રહ્યાં.'
અમારા માટે આ એક મુશ્કેલ નિર્ણય છે, પરંતુ અમારે મયંકને રિલીઝ કરવો પડી રહ્યો છે કારણ કે અમે ઈચ્છીએ છીએ કે, તે ઘણી આગળની સફર નક્કી કરે. તે હંમેશા મુંબઈ ઈન્ડિયન્સ પરિવારનો ભાગ રહેશે.
આકાશે આગળ કહ્યું, 'મેં મારા પરિવારમાં વધુ એક પ્રતિભાશાળી ખેલાડી શેરફેન રદરફોર્ડને સામેલ કરવા પર ખુશી અનુભવી રહ્યો છું. રદરફોર્ડે પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તે પ્રતિભાશાળી છે અને અમને વિશ્વાસ છે કે તેને મુંબઈમાં સારૂ લાગશે.'
દિલ્હીને 2019ની સિઝનમાં એક સારા સ્પિનરની ખોટ પડી હતી. ફિરોઝશાહ કોટલાની ધીમી વિકેટ પર મયંક ઘણો સફળ રહત. તેવામાં જ્યારે દિલ્હીની પાસે કગિસો રબાડા અને ઈશાંત શર્મા જેવા ફાસ્ટ બોલર છે, મયંક આવવાથી તેના બોલિંગ આક્રમણને વિવિધતા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે