Pushpa 2 Premiere: પુષ્પા 2 રિલીઝ દરમિયાન દુર્ઘટના, અલ્લૂ અર્જુનને મળવા થિયેટરમાં મચી નાસભાગ, 1 મહિલાનું મોત
Pushpa 2 Premiere: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 જોવા માટે ચાહકો આતુર હતા. આજે આ ફિલ્મ રિલીઝ થઈ છે પરંતુ સાથે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફિલ્મના પ્રીમિયરમાં નાસભાગ થતા એક મહિલાનું મોત થયું છે અને કેટલાક ઈજાગ્રસ્ત થયા છે.
Trending Photos
Pushpa 2 Premiere: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થઈ છે અને સાથે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે. ફિલ્મના પ્રીમિયર દરમિયાન થિયેટરમાં અલ્લુ અર્જુન પહોંચ્યો હતો. અલ્લુ અર્જુનને મળવા માટે થિયેટરમાં નાસભાગ મચી ગઈ. ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને આ ઘટનામાં એક મહિલાનું મોત થયું અને ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ના સ્ક્રિનિંગ માટે અલ્લુ અર્જુન પણ પહોંચ્યો હતો. અલ્લુ અર્જુન ને જોઈને ચાહકોમાં તેને મળવા માટે હડકંપ મચી ગયો. બધા જ લોકો અલ્લુ અર્જુન ને મળવા માટે દોડધામ કરવા લાગ્યા. ભીડ ને કંટ્રોલ કરવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે અને ત્રણ લોકો ઘાયલ થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળક જે પુષ્પા 2 નું પ્રીમિયર જોવા આવ્યો હતો તે દોડધામના કારણે બેભાન થઈ ગયો. તેના પરિજનો તેને તેડીને બહાર જતાં જોવા મળે છે. પોલીસ આ વ્યક્તિની મદદ પણ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકોના પરિજન તેને cpr આપી રહ્યા છે. સામે એવું પણ આવ્યું છે કે આ બાળકની કન્ડિશન પણ ક્રિટિકલ છે.
A boy lost consciousness in a stampede during the premiere show of #Pushpa 2 at Sandhya Theatre, RTC Cross Road in #Hyderabad. His condition is reported to be critical. pic.twitter.com/PPZsRALe3V
— Sumit Jha (@sumitjha__) December 4, 2024
પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ થયેલા લોકોને પોલીસે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે