Fifa World Cup Final માં બોલીવુડની કઈ-કઈ હસ્તીઓ રહેશે હાજર? જાણો કોણ લગાવશે સમારોહમાં ઠુમકા

Fifa World Cup Final 2022: આજે એટલે કે 18 ડિસેમ્બર રવિવારના રોજ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે ફિફા વર્લ્ડ કપની ફાઈનલ રમાવા જઈ રહી છે. આ મેચનો ક્રેઝ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. બોલિવૂડ સ્ટાર્સમાં પણ અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે ઘણા સ્ટાર્સ કતાર જવા માટે રવાના થયા છે. ઘણાં સ્ટાર્સ તો પહેલાં જ કતરમાં પહોંચી ચૂક્યાં છે. જ્યાં શનિવારે દીપિકી પાદુકોણ કતાર જવા રવાના થઈ હતી. તો ત્યાં જ હવે અભિનેતા કાર્તિક આર્યન પણ લાઈવ મેચ જોવાનો પ્લાન બનાવીને કતાર જવા રવાના થઈ ગયો છે.

Fifa World Cup Final માં બોલીવુડની કઈ-કઈ હસ્તીઓ રહેશે હાજર? જાણો કોણ લગાવશે સમારોહમાં ઠુમકા

Fifa World Cup Final 2022: બોલીવુડ અને સ્પોટ્ર્સ વચ્ચે પહેલાંથી જ ભારે કનેકશન રહ્યું છે. પછી તે ક્રિકેટ હોય કે ફૂટબોલ, વિવિધ સ્પોટ્સ મેન અને ફિલ્મી હસ્તીઓ વચ્ચે વર્ષોથી આ કનેકશન ચાલ્યું આવે છે. ઘણીવાર ફિલ્મોની ઓપનિંગમાં ક્રિકેટર્સ ને બોલાવાય છે તો, ઘણીવાર ક્રિકેટના સ્ટેડિયમ પર ફિલ્મી હસ્તીઓ દેખાય છે. એમાંય આઈપીએલના આવ્યાં પછી આ વસ્તુ સાવ કોમન થઈ ગઈ છે. ત્યારે હવે આજે કતરમાં યોજાનારી ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલમાં હાજરી આપવા કોણ-કોણ પહોંચ્યું છે તે પણ જાણવા જેવું છે.

આજે એટલે કે 18 ડિસેમ્બર રવિવારના રોજ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે ફિફા વર્લ્ડ કપની ફાઈનલ રમાવા જઈ રહી છે. આ મેચનો ક્રેઝ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. બોલિવૂડ સ્ટાર્સમાં પણ અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે ઘણા સ્ટાર્સ કતાર જવા માટે રવાના થયા છે. ઘણાં સ્ટાર્સ તો પહેલાં જ કતરમાં પહોંચી ચૂક્યાં છે. જ્યાં શનિવારે દીપિકી પાદુકોણ કતાર જવા રવાના થઈ હતી. તો ત્યાં જ હવે અભિનેતા કાર્તિક આર્યન પણ લાઈવ મેચ જોવાનો પ્લાન બનાવીને કતાર જવા રવાના થઈ ગયો છે.

કાર્તિક આર્યન FIFA વર્લ્ડ કપ ફાઈનલ 2022 માટે ખૂબ જ ઉત્સાહિત છે, તેના માટે કાર્તિકે કતાર જવા માટે રવાના થયો છે. આ વાતની જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે. કાર્તિકે રવિવારે સવારે એક તસવીર શેર કરી હતી. આ ફોટોમાં કાર્તિક ફ્લાઈટમાં બેઠો છે અને તેના હાથમાં કતારની ટિકિટ છે. આ ફોટાના કેપ્શનમાં કાર્તિક આર્યનએ લખ્યું છે કે ફૂટબોલ એક પેશન છે. આટલું જ નહીં, કાર્તિક આર્યને તેની ઈન્સ્ટા સ્ટોરીમાં પણ બતાવ્યું છે કે ફીફા વર્લ્ડ કપ ફાઈનલ માટે તેનો ઉત્સાહ ઘણો વધારે છે.

 

કાર્તિક આર્યન સિવાય બોલિવૂડના તમામ સ્ટાર્સ આ મેચ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. બી-ટાઉનના આવા તમામ સેલેબ્સ આજે સાંજે લુસેલ આઇકોનિક સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની આ ટક્કર જોવા પહોંચી રહ્યા છે. જેમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, નોરા ફતેહી અને અભિનેતા વરુણ ધવનનું નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે નોરા ફતેહી ફાઇનલમાં પોતાનો ડાન્સનો જલવો બતાવશે તો દીપિકા પાદુકોણ ટ્રોફીનું અનાવરણ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news