સોનુ નિગમ અને મહાભારતનું 31 વર્ષ જૂનુ કનેક્શન નીકળ્યું, જેનો પુરાવો છે આ VIDEO

સોનુ નિગમ કોરોના વાયરસ (corona virus) ને કારણે થયેલા લોકડાઉનમાં દૂબઈમાં મહનાભરથી ફસાયેલા છે. આ વચ્ચે સોનુ નિગમ (Sonu Nigam) નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, આ વીડિયો 31 વર્ષ જૂનો છે. જ્યારે સોનુ નિગમ માત્ર 16 વર્ષના હતા. આ વીડિયોમાં સોનુ નિગમ મહાભારતનું ટાઈટલ સોન્ગ ગાતા નજર આવી રહ્યાં છે. 1989માં એક કોન્સર્ટ યોજાઈ હતી, જેનો આ વીડિયો છે. આ વીડિયોમાં બીઆર ચોપડા અને મહાભારતમાં ભીષ્મ પિતામહ બનેલ મુકેશ ખન્ના પણ નજરે આવી રહ્યાં છે. 
સોનુ નિગમ અને મહાભારતનું 31 વર્ષ જૂનુ કનેક્શન નીકળ્યું, જેનો પુરાવો છે આ VIDEO

ઝી મીડિયા/બ્યૂરો :સોનુ નિગમ કોરોના વાયરસ (corona virus) ને કારણે થયેલા લોકડાઉનમાં દૂબઈમાં મહનાભરથી ફસાયેલા છે. આ વચ્ચે સોનુ નિગમ (Sonu Nigam) નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, આ વીડિયો 31 વર્ષ જૂનો છે. જ્યારે સોનુ નિગમ માત્ર 16 વર્ષના હતા. આ વીડિયોમાં સોનુ નિગમ મહાભારતનું ટાઈટલ સોન્ગ ગાતા નજર આવી રહ્યાં છે. 1989માં એક કોન્સર્ટ યોજાઈ હતી, જેનો આ વીડિયો છે. આ વીડિયોમાં બીઆર ચોપડા અને મહાભારતમાં ભીષ્મ પિતામહ બનેલ મુકેશ ખન્ના પણ નજરે આવી રહ્યાં છે. 

સોનુ નિગમનો આ વીડિયો જોઈને તમે તેમના અવાજના વખાણ કરશો. માત્ર 16 વર્ષની ઉંમરમાં તેઓ મંચ પર મહાભારતનું ટાઈટલ સોન્ગ ગાઈ રહ્યા હતા. સોનુ નિગમ બોલિવુડના એક ફેમસ સિંગર છે, તેઓના અનેક ગીતો પોપ્યુલર બની ગયા છે. સોનિ નિગમે પોતાની યુટ્યુબ ચેનલ પર આ વીડિયો શેર કરવાની સાથે લખ્યું કે, ઈન્દોરના તાલકટોરા સ્ટેડિયમનો આ મારો જૂનો વીડિયો છે. જ્યાં મેં મહાભારતનું ટાઈટલ સોન્ગ ગાયું હતું. આ ગીતને મેં વ્યવસ્થિત યાદ કરી રાખ્યું હતું. તે સમયે અમારી પાસે યુટ્યુબ જેવુ કોઈ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ન હતું.  

જીતુની દીકરી અને કરણ માટે એવા ખબર આવ્યા હતા કે ઉડ્યા હતા સૌના હોંશ...

ઉલ્લેખનીય છે કે, સોનુ નિગમે થોડા વર્ષો પહેલા લાઉડ સ્પીકર પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી, જેને લઈને તેઓએ અનેક ટ્વિટ પણ કરી હતી. આ ટ્વિટ બાદ સોનુ નિગમનો સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા વિરોધ પણ થયો હતો. તેના બાદ સોનુ નિગમે ટ્વિટર છોડ્યું હતું. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેમનો જૂનો વીડિયો ટ્રેન્ડ કરવા લાગ્યો તો તેના બાદ તેમના વિરોધીઓ ફરીથી કોમેન્ટ્સ કરવા લાગ્યા હતા. જોકે, આ વચ્ચે જણાવી દઈએ કે, સોનુ નિગમ દૂબઈમાં છે અને એકદમ સેફ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news