'કેદારનાથ'નું ગીત 'નમો નમો' સાંભળીને તમારું મન સીધું પહોંચી જશે કેદારનાથ ધામ

પાંચ વર્ષ પહેલા કેદારનાથમાં આવેલા પૂરની ઘટનાની પટકથા ધરાવતી ફિલ્મ ‘કેદારનાથ’ ટીઝર સામે આવતાં જ વિવાદોમાં ઘેરાઈ છે

'કેદારનાથ'નું ગીત 'નમો નમો' સાંભળીને તમારું મન સીધું પહોંચી જશે કેદારનાથ ધામ

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ 'કેદારનાથ'નું ગીત 'નમો નમો' રિલીઝ થઈ ગયું છે. આ ગીત સાંભળીને તમે ચોક્કસ ભક્તિમાં તરબોળ થઈ જશો. આ ગીતને અમિત ત્રિવેદીએ ગાયું છે. 7 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મના આ ગીત કેદારનાથનું લોકેશન શૂટ કરવામાં આવ્યું છે. આ ગીતને અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યું છે, જેને કંપોઝ અને પ્રોડ્યુસ અમિત ત્રિવેદીએ કર્યું છે.

પાંચ વર્ષ પહેલા કેદારનાથમાં આવેલા પૂરની ઘટનાની પટકથા ધરાવતી ફિલ્મ ‘કેદારનાથ’ ટીઝર સામે આવતાં જ વિવાદોમાં ઘેરાઈ છે. ફિલ્મ આવતા મહિને રિલીઝ થવાની છે. ઉત્તરાખંડમાં વર્ષ 2013માં આવેલા જળપ્રલય પર આધારિત ફિલ્મનો કેદારનાથના તીર્થ પુરોહિતોથી લઈને રાજકીય પાર્ટીઓ પણ વિરોધ કરી રહ્યા છે. ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોએ ફિલ્મના નાયક-નાયિકા વચ્ચે દર્શાવેલા અંતરંગ દ્રશ્યોને ધાર્મિક આસ્થા સાથે છેડછાડ ગણાવી છે.

વિરોધ કરી રહેલા લોકોએ ફિલ્મની સ્ટોરી સામે વાંધો ઉઠાવ્યો છે, તેમનું માનવું છે કે ફિલ્મ લવ જેહાદનું સમર્થન કરે છે. 7 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મને અભિષેક કપૂરે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પૂરમાં ફસાયેલી હિુંદુ યુવતીને મુસ્લિમ બચાવે છે અને બંને વચ્ચે પ્રેમ પાંગરતો બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news