VIDEO : રિલીઝ થયું 'ગોલ્ડ'નું ગીત 'નૈનો ને બાંધી', સુપર રોમેન્ટિક છે અંદાજ

ફિલ્મની વાર્તા હોકી ખેલાડીના વાસ્તવિક જીવન પર આધારિત છે

VIDEO : રિલીઝ થયું 'ગોલ્ડ'નું ગીત 'નૈનો ને બાંધી', સુપર રોમેન્ટિક છે અંદાજ

નવી દિલ્હી : બોલિવૂડ અભિનેતા અક્ષયકુમારની 'ગોલ્ડ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર જોઈને તમારી અંદર દેશભક્તની ભાવના જાગી જશે. આ ફિલ્મ એક હોકી ખેલાડીના વાસ્તવિક જીવન પર આધારિત છે જેણે સ્વતંત્ર ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ ગર્વથી ઉંચું કર્યું હતું. આ ફિલ્મમાં ભારત માટે પહેલા ગોલ્ડનું સપનું જોનાર હોકી ખેલાડીના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મના ટ્રેલરમાં અક્ષયકુમાર જબરદસ્ત લાગે છે. 

હવે આ ફિલ્મનું એક નવું ગીત 'નૈનો ને બાંધી' રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં અક્ષયકુમાર અને મૌની રોય દેખાઈ રહ્યા છે. યૂ ટ્યુબ પર આ ગીતને 3 લાખથી વધારે વાર જોવામાં આવ્યું છે. 'ગોલ્ડ' મારફતે દેશ માટે પહેલો ગોલ્ડ જીતવાનું સપનું જોનાર ટીમના સંઘર્ષને દર્શકો સામે રજૂ કરવામાં આવશે. 1936માં શરૂ થયેલા આ પ્રવાસને જીત સુધી પહોંચવા માટે 12 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. ભારતે 12 ઓગસ્ટ, 1948ના ઓલિમ્પિકમાં એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાનો પહેલો ગોલ્ડ મેળવ્યો હતો. 

આ વખતે 15 ઓગસ્ટે બોક્સઓફિસ પર જબરદસ્ત જંગ જામવાનો છે. અક્ષયકુમારની 'ગોલ્ડ‍', જોન અબ્રાહમની 'સત્યમેવ જયતે' તેમજ દેઓલપરિવારની 'યમલા પગલા દીવાના ફિર સે' એમ ત્રણેય ફિલ્મો 15 ઓગસ્ટે રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું. હકીકતમાં ત્રણેય ફિલ્મો ખાસ દિવસનો ફાયદો ઉપાડવા ઇચ્છતી હતી. જોકે અક્ષયકુમારની દેશભક્તિ તેમજ સ્પોર્ટસની ભાવનાથી ભરપુર 'ગોલ્ડ‍' તેમજ ભ્રષ્ટાચાર સામે જંગ દર્શાવતી 'સત્યમેવ જયતે' સાથે સ્પર્ધામાં ન ઉતરવું પડે એટલે દેઓલપરિવારે તેમની ફિલ્મની રિલીઝની તારીખ આગળ લંબાવી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news